વાપીની સેન્ટ ફ્રાન્સીસ હાઈ.નું વિજ્ઞાન-કોમર્સનું ૧૦૦ ટકા પરિણામ
- byDamanganga Times
- 05 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૦૪ ઃ વાપી શહેરની પ્રતિષ્ઠિત શાળા સેન્ટ ફરન્સીસ હાઉસફૂલઍ ણ્લ્ઘ્ બોર્ડ પરીક્ષા ૨૦૨૬માં શાનદાર પરિણામ નોંધાવ્યું છે. વિજ્ઞાન અને કોમર્સ બંને પ્રવાહમાં શાળાઍ ૧૦૦ ટકા પરિણામ હાંસલ કરી વિદ્યાર્થીઓઍ ઉત્તમ પ્રદર્શન કર્યું છે. વિજ્ઞાન પ્રવાહમાં કુલ ૯૫ વિદ્યાર્થીઓઍ પરીક્ષા આપી હતી અને તમામ વિદ્યાર્થીઓ પાસ થયા છે. શાળાનું કુલ પરિણામ ૧૦૦ ટકા રહ્નાં છે, જે વલસાડ જિલ્લા અને ગુજરાત રાજ્યના સરેરાશથી ઘણું ઊંચું છે. આ પ્રવાહમાં માહી દિનેશ જયસ્વાલે ૯૨.૯૨ ટકા સાથે પ્રથમ સ્થાન મેળવ્યું છે, જ્યારે ઉર્વશી સૈની અને શિવમ ગુાઍ પણ ૯૦ ટકાથી વધુ ગુણ મેળવી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. કોમર્સ પ્રવાહમાં ૧૪૦ વિદ્યાર્થીઓઍ પરીક્ષા આપી હતી અને અહીં પણ શાળાઍ ૧૦૦્રુ પરિણામ મેળવ્યું છે. જેમાં મંજુ રાજુ ગુાઍ ૯૫.૬ ટકા સાથે ટોચનું સ્થાન મેળવ્યું છે, જ્યારે વૃંદા પારસવાલા અને અંજલી ગુાઍ પણ ૯૪ ટકા થી વધુ ગુણ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે. ગ્રેડ મુજબ જોવામાં આવે તો બંને પ્રવાહમાં ખ્૧ અને ખ્૨ ગ્રેડમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પાસ થયા છે. શાળાના સંચાલકો અને શિક્ષકમંડળે વિદ્યાર્થીઓના આ ઉત્કૃષ્ટ પરિણામ માટે અભિનંદન પાઠવ્યા છે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી છે.
