ધરમપુર તાલુકાની વિવિધ શાળાઅોનું ધો.૧૨ વિજ્ઞાન-કોમર્સનું પરિણામ
- byDamanganga Times
- 05 May, 2026
ધરમપુર, તા.૦૪ ઃ ધરમપુરના માલનપાડા સ્વામીનારાયણ ગુરુકુળનો વિદ્યાર્થી ઉજવલ વાઢુઍ ૯૧ ટકા મેળવી તાલુકામાં પ્રથમ અને રાધાબાની વિદ્યાર્થીની ખુશી પવાર ૮૯ ટકા મેળવી તાલુકામાં બીજા ક્રમે અને ઍજ શાળાની વિદ્યાર્થીની રિયા પટેલે ૮૮ ટકા મેળવી તાલુકામાં ત્રીજા ક્રમે,જયારે સામાન્ય પ્રવાહમાં સ્વામિનારાયણ ગુરુકુલનો વિદ્યાર્થી સાઈ મોદી ૯૧.૮૭ ટકા મેળવી તાલુકામાં પ્રથમ અને ઍસ.ઍમ.ઍસ.ઍમ હાઈસ્કૂલની વિદ્યાર્થીની લક્ષ્મી પ્રજાપતિઍ ૯૧.૧૪ ્રુ મેળવી તાલુકામાં બીજા ક્રમે આવ્યો છે, સ્વામિનારાયણ ગુરુકુળનો કોમર્સ વિભાગની વિદ્યાર્થીની રિદ્ધિ સોજીત્રા અને જિજ્ઞાસા પટેલે ૮૮.૭૧ ટકા મેળવી તાલુકામાં ત્રીજા ક્રમ મેળવ્યો છે.
ધરમપુર નગર પાલિકા હાઈસ્કૂલનું વિજ્ઞાન પ્રવાહનું ૬૧,૫૨ ટકા પરિણામ આવ્યું છે, શાળાની ધ્રુવિશા નીતિન પટેલ ૭૮ ટકા મેળવી શાળામાં પ્રથમ અને માયા હિતેશ ગાંવિત ૬૬્રુ મેળવી બીજા ક્રમે જયારે સામાન્ય પ્રવાહનું ૮૨.૩૧ ટકા પરિણામ છે.સાથે ખુશ્બુ નાથારામ માલીઍ ૮૫.૪૩્રુમેળવી શાળામાં પ્રથમ અને સાક્ષી નરેન્દ્ર શર્મા ૭૯.૫૭ ટકા સાથે બીજા ક્રમે, શહેરની નામાંકિત શાળા ઍસ.ઍમ.ઍસ ઍમ હાઈસ્કૂલ (ગીતાબેન રાકેશકુમાર શાહ શેક્ષણિક સંકુલ)નું વિજ્ઞાન પ્રવાહનું ૯૪.૬૪્રુપરિણામ આવ્યું છે.આયુષી મનેશ પટેલે ૮૬.૫૦ ટકા મેળવી શાળામાં પ્રથમ અને દક્ષ ઈશ્વર હળપતિ ૮૩.૫૦ ટકા સાથે બીજા ક્રમે.જયારે સામાન્ય પ્રવાહનું ૯૧.૦૯ ટકા પરિણામ છે.લક્ષ્મી હિમારામ પ્રજાપતિ ૯૧.૧૪ ટકા મેળવી પ્રથમ અને વિવેક ગોવિંદ પટેલ ૮૭.૨૯ ટકા બીજા ક્રમે, ઉત્તર બુનિયાદી વિદ્યાલય સાવરમાળનું સામાન્ય પ્રવાહનું ૮૫.૩૬ ટકા પરિણામ છે.વંદના સુરેશ લોટીઍ ૬૭.૪૭્રુમેળવી શાળામાં પ્રથમ અને મુકેશ અમ્રત રાબડે ૬૬.૫૭ ટકા બીજા ક્રમે,રામેશ્વર માધ્યમિક શાળા બારોલીયાનું સામાન્ય પ્રવાહનું ૯૮.૨૮ ટકા પરિણામ આવ્યું છે, નિકિતા છનું ખરપડે ૭૯.૧૪ ટકા મેળવી શાળામાં પ્રથમ અને રોનક કમલેશ ઓઝર્યા ૬૮ ટકા મેળવી બીજા ક્રમે,આસુરા સરદાર વલ્લભભાઈ પટેલનું સામાન્ય પ્રવાહનું ૯૨.૭૭્રુશાળાનું પરિણામ છે. રોશની નિતેશ ધૂમ ૮૧ ટકા શાળામાં પ્રથમ અને ઈશ્વર મનુ ઘૂટીયા ૮૦.૪૩ ટકા બીજા ક્રમે, રાધાબા શામલાલ પટેલ વિદ્યાલયનું વિજ્ઞાન પ્રવાહનું ૮૪ ટકા પરિણામ આવ્યું છે. ઍ સાથે ખુશી સુરેશ પવારે ૮૯્રુ મેળવી શાળામાં પ્રથમ અને રિયા દિલીપ પટેલ ૮૮ ટકા બીજા ક્રમે, મોડેલ સ્કૂલ માલનપાડાનું ૯૫.૫૯ ટકા પરિણામ છે. કીર્તિકા ગુલાબ ગાંવિતે ૭૭.૬૯્રુશાળામાં પ્રથમ અને સ્વેતા સુરેશ દેશમુખ ૭૪.૧૫ ટકા બીજા ક્રમે, ઍન.ઍમ.દેસાઇ સાર્વજનિક સ્કૂલ બીલપુડી સામાન્ય પ્રવાહનું ૮૯.૮૦ ટકા પરિણામ આવ્યું છે. હર્ષ રમણ ગાંગોડા ૭૭.૫૭ ટકા મેળવી શાળામાં પ્રથમ અને દામીની રાજેશ ભુષારા ૭૬.૪૨ ટકા બીજા ક્રમે,ગોવરમેન્ટ હાઈસ્કૂલ હનુમતમાળનું ૯૦.૬૨ ટકા પરિણામ આવ્યું છે, આ સાથે સરસ્વતી પંકજ ગાંવિત ૭૭.૧૪ ટકા પ્રથમ અને અમિતા સંજય ગાંવિત ૭૨.૭૧ ટકા બીજા ક્રમે, સાર્વજનિક માધ્યમિક શાળા વિરવલનું ૯૨.૩૦ ટકા પરિણામ છે. અસ્મિતા બિપિન પટેલે ૮૨,૭૧ ટકા શાળામાં પ્રથમ અને પાયલ દિપક પટેલ ૮૨.૫૭્રુબીજા ક્રમે, શ્રીમદ રાજચંદ્ર ગુરુકુલનું ૮૨.૨૪ ટકા પરિણામ આવ્યું છે, ઍ સાથે સાહીલ બિપિન પટેલ ૭૯.૦૮્રુશાળામાં પ્રથમ અને કૃપલકુમારી સંજય ગવળીઍ ૭૭.૩૮ ટકા મેળવી બીજા ક્રમે,પિંડવળ હાઈસ્કૂલનું ૯૦.૧૬ પરિણામ આવ્યું છે. અંજલિ ખુશાલ બોચલે ૮૨.૮૫ અને ગીતા કાશીરામ ઠાકર્યા ૭૬.૪૨ ટકા બીજા ક્રમે, આર ઍ પરમાર નીલકંઠ હાઈસ્કૂલ ખારવેલનું કોમર્સ વિભાગનું ૬૦.૦૦ ટકા પરિણામ આવ્યું છે.જેમાં રોશની નીવળે ૭૫.૨૧્રુમેળવી શાળામાં પ્રથમ અને પૂર્ણિમા વાઢુઍ ૬૪.૨૮ ટકા મેળવી બીજા ક્રમે રહ્ના હતો.
