Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલય પર પ. બંગાળની જીતને કાર્યકરોઍ વધાવી

વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલય પર  પ. બંગાળની જીતને કાર્યકરોઍ વધાવી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૪ ઃ દેશના  વડા-ધાન નરેન્દ્રભાઈ મોદી કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી  અમિતભાઈ શાહ તેમજ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય નેતૃત્વ હેઠળ આસામ, પુડુચેરી અને પડ્ઢિમ બંગાળમાં ભાજપને  મળેલ ઐતિહાસિક વિજયને વલસાડ જિલ્લા ભાજપ દ્વારા ઉત્સાહભેર મનાવવામાં આવ્યો હતો. પડ્ઢિમ બંગાળમાં મેળવેલી પ્રચંડ અને મોડેલ જીતની ખુશીમાં વલસાડ જિલ્લા ભાજપના મુખ્ય કાર્યાલય શ્રી કમલમ પરિસરમાં ઍક ભવ્ય વિજય સરઘસ અને મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, આ વિજય ઉત્સવ વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ  હેમંતભાઈ કંસારાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લાના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં ઉત્સાહી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્ના હતાં.

પડ્ઢિમ બંગાળની જીતને ખાસ બનાવવા માટે વલસાડ ભાજપ દ્વારા અનોખું આયોજન કરવામાં આવ્યું હતું. વિજયના પ્રતીક રૂપે કાર્યકરોઍ બંગાળની પ્રખ્યાત વાનગી ઝાલમુડી તેમજ પ્રખ્યાત રસગુલ્લા અને મીઠાઈઓ ખવડાવી ઍકબીજાના મોઢા મીઠા કરાવ્યા હતાં. ઢોલ-નગારાનો ગુંજારવ ઢોલ-નગારાના તાલે કાર્યકર્તાઓ ઝૂમી ઉઠ્યા હતાં અને કેસરીયો માહોલ સર્જાયો હતો.

કાર્યાલય પરિસરમાં ફટાકડા ફોડીને જીતનો જશ્ન મનાવવામાં આવ્યો હતો, આ અવસરે જિલ્લા પ્રમુખ  હેમંતભાઈ કંસારાઍ જણાવ્યું હતું કે આ વિજય ઍ વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીની વિકાસની રાજનીતિ અને કાર્યકરોની અથાગ મહેનતનું પરિણામ છે, ખાસ કરીને પડ્ઢિમ બંગાળમાં જનતાઍ જે પ્રચંડ વિશ્વાસ ભાજપા પર મૂક્યો છે, તે દર્શાવે છે કે દેશમાં હવે માત્ર વિકાસવાદની જ જીત થાય છે.ૅ ?આમ, વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલયમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો.