દમણમાં ધો. ૧૨નું સા.પ્ર.માં ૯૮.૩૨ ટકા અને સા.પ્ર.માં ૮૪ ટકા પરિણામ
- byDamanganga Times
- 05 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા. ૦૫ ઃ કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં આજે ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ ૧૨નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જિલ્લા શિક્ષણ વિભાગ પાસેથી પ્રા પ્રાથમિક માહિતી મુજબ, દમણ જિલ્લામાં સામાન્ય પ્રવાહમાં ૯૮.૩૨ ટકા અને સાયન્સ પ્રવાહમાં ૮૪ ટકા પરિણામ નોંધાયું છે.
વિગતો અનુસાર, સામાન્ય પ્રવાહમાં કુલ ૧૧૨૯ વિદ્યાર્થીઓઍ પરીક્ષા આપી હતી, જેમાંથી ૧૧૧૦ વિદ્યાર્થીઓ સફળ રહ્ના છે. આ રીતે સામાન્ય પ્રવાહમાં ૯૮ ટકા કરતાં વધુ નોંધપાત્ર પરિણામ પ્રા થયું છે.
જ્યારે સાયન્સ પ્રવાહમાં કુલ ૪૮૬ વિદ્યાર્થીઓઍ પરીક્ષા આપી હતી, જેમાંથી ૪૧૦ વિદ્યાર્થીઓ પાસ થયા છે, અને આ પ્રવાહનું કુલ પરિણામ ૮૪ ટકા રહ્નાં છે.
આ ઉપરાંત, સમગ્ર કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ, દીવ અને દાદરા નગર હવેલીમાં કુલ પરિણામની વાત કરીઍ તો સામાન્ય પ્રવાહમાં ૯૭ ટકા અને સાયન્સ પ્રવાહમાં ૮૧ ટકા પરિણામ નોંધાયું છે.
