વલસાડ શ્રી ભીડભંજન સેવા ચેરીટેબલ ટ્રસ્ટની નિઃશુલ્ક ટિફિન સેવાના ૨૬ વર્ષ પૂર્ણ
- byDamanganga Times
- 05 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૪ ઃ શ્રી ભીડભંજન સેવા ચેરીટેબલ ટ્રસ્ટ વલસાડ દ્વારા નિઃશુલ્ક ટિફિન સેવાના ૨૬ વર્ષ પુરા થયા છે. ૨૬ વર્ષમાં ભીડભંજન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૫૦ ટિફિનનું અન્નદાન વિતરણ કરવામાં આવ્યું છે.
આજરોજ શ્રી, ભીડભંજન સેવા ચેરીટેબલ ટ્રસ્ટ વલસાડ દ્વારા નિઃશુલ્ક ટિફિન સેવાના ૨૬ વર્ષ પુરા થયા છે. આ સેવાનો પ્રારંભ ૧/૫/૨૦૦૦થી થયો હતો. ૨૬ પૂર્ણ થતાં ભીડભંજન મહાદેવ મંદિરમાં અન્નપૂર્ણા યજ્ઞ, રાખવામાં આવ્યો હતો. શાસ્ત્રોમાં અન્નદાન, સૌથી મોટું અને શ્રેષ્ઠ પુણ્ય માનવામાં આવે છે.
આ ઍક ઍવું કર્મ છે, જે શરીર અને આત્મા બંનેને તૃ આપે છે. ભૂખ્યા વ્યક્તિને અન્ન આપવુ ઍ તેને, નવજીવન આપવા સમાન છે. આમ કરવાથી પૂર્ણ વધે છે, અને પાપનો નાશ થાય છે. અને ઈશ્વરની આરાધના નો ઍક ભાગ છે.
શિવજી મહારાજે, જણાવ્યું હતું કે, છેલ્લા ૨૬ વર્ષથી અમે મફત ટિફિન સેવા આપી રહ્ના છે. જેમાં જરૂરિયાત હોસ્પિટલમાં થી ફોન પર સવારે ૮ઃ૦૦ વાગ્યાથી ફોન આવે છે, તે પ્રમાણે ટિફિન હોસ્પિટલમાં મોકલી આપવામાં આવે છે. તે સિવાય નિરાધાર વ્યક્તિને પણ, ઘરબેઠા ટિફિન પહોંચાડવામાં આવે છે. કોઈ પણ આવા વ્યક્તિને જરૂરિયાત હોય તો અમને જરૂરથી જણાવજો. આ સેવામાં નાની અનામી, જોડાયેલા છે, કોઈપણ ગરીબ કે નિરાધાર વ્યક્તિ માટે આ સેવા ઉપલબ્ધ છે.
