વલસાડની પુસ્તક પરબમાં પ્રથમ રવિવારે બાળકો ઉત્સાહથી જાડાયા
- byDamanganga Times
- 05 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૪ ઃ પુસ્તક પરબ વલસાડ ૨ જાહેર જગ્યાઍ નિયમિત રીતે યોજાઈ. સર્કિટ હાઉસની સામે તથા ઍસ. ટી. વર્કશોપની સામેની તરફ ક્રોમા નજીક, ટ્રેન્ડ્સ પાસે ફૂટપાથ પર ઍમ બે સ્થળે પુસ્તક પરબ રવિવારે ૭ઃ૩૦થી ૯ઃ૩૦ સમય દરમ્યાન યોજાય છે. પ્રોજેક્ટ ચેરપર્સન ડૉ. આશા ગોહિલ (પ્રોફેસર, મોટાપોંઢા કૉલેજ), હાર્દિક પટેલ (ઍડવોકેટ નોટરી), હિતેશ પટેલ, ટીના પટેલ, હિતેન પારેખ, દીપક મર્ચન્ટ, કેયુર રોહિત, દિલીપ દેસાઈ, તેજલ પાડવી, અમન ગોહિલ તથા સમગ્ર ટીમ આયોજિત આ પરબને અસ્મિતા પટેલ, નિષ્ઠા પટેલ, પંકજ કિનારીવાલાની મદદ મળી રહેતાં પુસ્તક પરબ ખૂબ સરસ રહી.
આજની પરબમાં નવા વાચકોઍ ઓછી સંખ્યામાં પણ નાનાં બાળકોઍ મુલાકાત લીધી ઍનો તો વળી ખૂબ આનંદ રહ્ના. પુસ્તક પરબ વલસાડ માંથી ૪૧૭ પુસ્તકોને વાચકો મળ્યા. વીરેન્દ્ર શાહ, આશા વીરેન્દ્ર, જગદીશ ભાનુશાલી, કાશ્મીરા ચાવડા, સ્પર્શ ઉપાધ્યાય, સુધા પટેલ, કરણવીર સિંહ, લક્ષ્મણભાઈ, પ્રકાશ અધ્વર્યુ, કિશોર પટેલ, હરીશ પંચાલ, પ્રિન્સ પટેલ, મિતાલી ભેડા, હર્ષ દેસાઈ, રાજીવ દેસાઈ, ચિરાયુ સિંધુ, રોમા દેસાઈ, હિતેશ પરિહાર, દ્રષ્ટિ જાની, રેખા મોરે, પાયલ યાજ્ઞિક, આલોક ઘોષ, ચંદ્રિકા પટેલ, સીતા પારેખ સાગર પટેલ, વર્ષા પટેલ, રીન્કુ, સંજીવ દેસાઈ, પલ્લવી ચાંપાનેરી, અર્ચના પટેલ, દેવેન્દ્ર દેસાઈ, કૃષિવ દેસાઈ, આરવી સોની, નિસર્ગ પટેલ, જેનીશ પટેલ, અથર્વ પંચાલ, રવિરાજ દેસાઈ, ભૂમિકા પરમાર ઇત્યાદી વાચકોઍ પુસ્તક પરબની મુલાકાત લીધી. આ કાર્યક્રમ દ્વારા વલસાડ શહેરના પુસ્તક વાંચનારાઓને પુસ્તકો મળી રહ્ના છે. આ રવિવારે વાચકો ૪૧૭ પુસ્તકો લઈ ગયા. પુસ્તક પરબની મુલાકાત લગભગ ૧૮૦ થી વધુ લોકોઍ લીધી. વિવિધ વ્યવસાય સાથે જોડાયેલા દરેક વયના લોકોઍ વહેલી સવારે આ પુસ્તક પરબની મુલાકાત લીધી. વલસાડ શહેર અને ગુજરાતભરમાંથી મિત્રો, સ્વજનો, વિદ્વાનો, દાતાઓ તરફથી પરબમાં પુસ્તકો ભેટમાં મળતાં રહે છે. હાલમાં મુંબઈથી શ્રી રતિલાલ ચૌહાણ દ્વારા પુસ્તકો ભેટમાં આવ્યા. પરિણામે પુસ્તક પરબ, વલસાડ વધુને વધુ સમૃદ્ધ બની રહી છે . વાચકો તરફથી વ્યવસ્થાના ભાગરૂપે પુસ્તકો ગોઠવવામાં , સમેટવામાં મદદ મળી રહે છે. પ્રોજેક્ટ ચેરપર્સન પ્રા. ડૉ. આશા ગોહિલ જણાવે છે કે, રજાના દિવસે સવારે ૭ઃ૩૦ વાગ્યે સમયસર પુસ્તક પરબની મુલાકાતે આવી વાચકો પુસ્તક પરબ વલસાડની ટીમને આ કાર્યક્રમ નિયમિત ચલાવવા પ્રોત્સાહિત કરી રહ્ના છે. હરહાલમાં દર મહિનાના પ્રથમ રવિવારે અનુકૂળ જગ્યાઍ પુસ્તક પરબ યોજાશે જ ઍ દૃઢતાપૂર્વક કહી શકીઍ ઍવો તો સરસ આ પુસ્તક પરબ, વલસાડનો માહોલ બની રહ્ના છે.
