થ્રીડીનું પરિણામ ગુજરાતની સરેરાશ ટકાવારી કરતાં વધુ આવ્યું
- byDamanganga Times
- 05 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા. ૦૪ ઃ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ સંઘ પ્રદેશે ગુજરાત બોર્ડના ધોરણ ૧૨ (જનરલ અને સાયન્સ પ્રવાહ)ના પરિણામોમાં ફરી ઍકવાર ઉત્તમ પ્રદર્શન નોંધાવ્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા પરિણામ મુજબ, સંઘ પ્રદેશના જનરલ પ્રવાહનું કુલ પરિણામ ૯૭.૨૧ ટકા રહ્નાં છે, જે ગયા વર્ષ કરતાં ૨્રુ વધુ છે અને ગુજરાતના સરેરાશ ૯૨.૭૧ ટકા કરતાં ૪.૫ ટકા વધારે છે. જનરલ પ્રવાહમાં કુલ ૩૯૭૮ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા, જેમાંથી ૩૮૬૭ વિદ્યાર્થીઓ પાસ થયા છે. નિષ્ફળ વિદ્યાર્થીઓને પૂરક પરીક્ષા દ્વારા ફરી તક આપવામાં આવશે. ઉત્તીર્ણ ટકાવારીમાં દીવ જિલ્લાઍ ગુજરાતના તમામ જિલ્લાઓમાં પોતાનું પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. સંઘ પ્રદેશના ત્રણેય જિલ્લાઓમાં પરિણામોમાં સુધારો નોંધાયો છે, જેમાં દમણે ૩.૬૫ ટકાનો વધારો નોંધાવ્યો છે. સાયન્સ પ્રવાહ (ગણિત અને બાયોલોજી)માં કુલ પરિણામ ૮૧.૬૫્રુ રહ્નાં છે. કુલ ૧૨૫૯ વિદ્યાર્થીઓમાંથી ૧૦૨૮ વિદ્યાર્થીઓ પાસ થયા છે.
પ્રશાસન મુજબ આ સફળતા પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્વ હેઠળ લાવવામાં આવેલા શૈક્ષણિક સુધારાઓનું પરિણામ છે. છેલ્લા દાયકામાં પાસ ટકાવારી ૬૦-૭૦ ટકામાંથી વધીને ૮૦-૯૦ ટકા સુધી પહોંચી છે. આ પરિણામો વિદ્યાર્થીઓને હવે ઍનઆઈટી, આઈઆઈઆઈટી, નિફટ, જીઍનઍલયુ તથા સરકારી ઍન્જિનિયરિંગ કોલેજોમાં ઉચ્ચ અભ્યાસ માટે પ્રેરિત કરશે.
