ડાંગ રાજયમાં ધો. ૧૨ બોર્ડના સા.પ્ર. પરિણામોમાં પ્રથમ
- byDamanganga Times
- 05 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સાપુતારા, તા. ૦૪ ઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ફેબ્રુઆરી/માર્ચ-૨૦૨૬માં લેવાયેલી ઉચ્ચતર માધ્યમિક (ઍચ.ઍસ.સી.) બોર્ડનાં પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે.તેમાં ડાંગ જિલ્લાઍ નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે.ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ડાંગ જિલ્લાઍ ૯૭.૨૧ ટકા પરિણામ સાથે રાજ્યમાં પ્રથમ ક્રમાંક હાંસલ કરીને ઇતિહાસ રચ્યો છે.જ્યારે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૮૯.૭૧ ટકા પરિણામ સાથે રાજ્યમાં આઠમો ક્રમાંક મેળવી જિલ્લાનું નામ શિક્ષણક્ષેત્રે રોશન કર્યું છે. છેવાડેનાં ડાંગ જિલ્લાઍ ફરી ઍક વાર સાબિત કરી બતાવ્યુ છે કે તેઓ શિક્ષણ ક્ષેત્રે હવે પાછળ નથી.
ડાંગ જિલ્લામાં કુલ ૫ કેન્દ્રો ખાતે સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ૧૮૯૪ વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા, જેમાંથી ૧૮૮૮ વિદ્યાર્થીઓ હાજર રહ્ના હતા. તેમાંથી ૧૮૪૮ વિદ્યાર્થીઓ પાસ થતા જિલ્લાનું કુલ પરિણામ ૯૭.૨૧ ટકા જાહેર થયુ છે.
ડાંગ જિલ્લાનું સામાન્ય પ્રવાહનું કેન્દ્રવાર પરિણામ પર નજર કરીઍ તો (૧)આહવા કેન્દ્ર (૦૮૦૧)- ૫૭૫ હાજર, ૫૬૪ પાસ – ૯૮.૦૯ ટકા (૨)સાપુતારા કેન્દ્ર (૦૮૦૨) ટકા ૪૨૩ હાજર, ૪૧૬ પાસ – ૯૮.૩૫ ટકા (૩)વઘઈ (રંભાસ) કેન્દ્ર (૦૮૦૩) ૨૫૧ હાજર, ૨૪૭ પાસ – ૯૮.૪૧ ટકા (૪)સુબીર કેન્દ્ર (૦૮૦૪) ૩૦૧ હાજર, ૨૯૭ પાસ – ૯૮.૬૭ ટકા (૦૮૦૫) ૩૩૮ હાજર, ૩૨૪ પાસ – ૯૫.૮૬ ટકા જેમાં ગ્રેડવાઇઝ પરિણામ જોઈઍ તો (૧)ખ્૧ ગ્રેડ – ૨ વિદ્યાર્થીઓ (૨)ખ્૨ ગ્રેડ – ૯૪ વિદ્યાર્થીઓ (૩)ગ્૧ ગ્રેડ – ૩૨૮ વિદ્યાર્થીઓ (૪)ગ્૨ ગ્રેડ – ૫૭૪ વિદ્યાર્થીઓ (૫) ઘ્૧ ગ્રેડ – ૫૭૬ વિદ્યાર્થીઓ (૬)ઘ્૨ ગ્રેડ – ૨૫૬ વિદ્યાર્થીઓ (૭)ઝ઼ ગ્રેડ – ૧૮ વિદ્યાર્થીઓ નોંધાયા છે. સામાન્ય પ્રવાહમાં જિલ્લાની ૧૩ શાળાઓઍ ૧૦૦ ટકા પરિણામ મેળવ્યું છે.ડાંગ જિલ્લામાં સામાન્ય પ્રવાહના ટોપ-૫ વિદ્યાર્થીઓ (૧) ગાવિત અજયભાઈ રામચંદભાઈ – ૯૦.૯૩ ટકા -ઍકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, આહવા (૨) રોશનભાઈ ઉત્તમભાઈ ચૌધરી – ૯૦.૮૦ ટકા -ઍકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, સાપુતારા (૩) જયશ્રીબેન રામુભાઈ કુંવર – ૮૯.૬૦ ટકા પ્રદીપદર્શન માધ્યમિક શાળા, આહવા (૪) જાગૃતિબેન ચૈતરામભાઈ સાબળે – ૮૮.૮૦ ટકા દીપદર્શન માધ્યમિક શાળા, આહવા (૫)મમતાબેન ડીગુભાઈ ચૌધરી – ૮૭.૭૧ ટકા ઍકલવ્ય બાલિકા નિવાસી શાળા, સાપુતારા.
ઍ જ રીતે ડાંગ જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં કુલ ૩૭૯ વિદ્યાર્થીઓ નોંધાયેલા અને હાજર રહ્ના હતા. તેમાંથી ૩૪૦ વિદ્યાર્થીઓ પાસ થતા જિલ્લાનું કુલ પરિણામ ૮૯.૭૧ ટકા જાહેર થયું છે.ડાંગ જિલ્લાનું વિજ્ઞાન પ્રવાહનું કેન્દ્રવાર પરિણામ જોઈઍ તો (૧)આહવા કેન્દ્ર (૦૮૦૧)ૅં ૨૧૫ હાજર, ૧૮૩ પાસ – ૮૫.૧૨ ટકા (૨) સાપુતારા કેન્દ્ર (૦૮૦૨)ૅં ૧૬૪ હાજર, ૧૫૭ પાસ – ૯૫.૭૩ ટકા નોંધાયું છે. જ્યારે ગ્રેડવાઇઝ પરિણામ જોઈઍ તો (૧) ખ્૧ ગ્રેડ – ૧ વિદ્યાર્થી (૨)ખ્૨ ગ્રેડ – ૧૦ વિદ્યાર્થીઓ (૩)ગ્૧ ગ્રેડ – ૪૯ વિદ્યાર્થીઓ (૪)ગ્૨ ગ્રેડ – ૮૩ વિદ્યાર્થીઓ (૫)ઘ્૧ ગ્રેડ – ૧૧૭ વિદ્યાર્થીઓ (૬)ઘ્૨ ગ્રેડ – ૭૧ વિદ્યાર્થીઓ (૭)ઝ઼ ગ્રેડ – ૯ વિદ્યાર્થીઓ નોંધાયા છે. ડાંગ જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહમાં જિલ્લાની ૩ શાળાઓઍ ૧૦૦ ટકા પરિણામ મેળવ્યું છે. વિજ્ઞાન પ્રવાહના ટોપ-૫ વિદ્યાર્થીઓમાં (૧) પ્રાંચી -જેશભાઈ ટંડેલ – ૯૭.૫૪ ટકા પ્રદીપદર્શન માધ્યમિક શાળા, આહવા (૨) મનોજભાઈ પ્રકાશભાઈ માહલા – ૮૯.૨૩ ટકા - સંતોકબા ધોળકિયા વિદ્યામંદિર, માલેગામ (૩) સ્મિતકુમાર પ્રદીપભાઈ ગાયકવાડ – ૮૭.૭૧ ટકા -ઍકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, સાપુતારા (૪)અવનીકુમારી વિજયકુમાર માહલે – ૮૭.૫૪ ટકા પ્રદીપદર્શન માધ્યમિક શાળા, આહવા (૫) પ્રેમીલાબેન લક્ષ્મણભાઈ ભોયે – ૮૭.૩૮ ટકા - ઍકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, આહવાનાઓને અધિકારીઓઍ શુભેચ્છા પાઠવી હતી.ડાંગ જિલ્લાના આ ઉત્કૃષ્ટ પરિણામ બદલ જિલ્લા કલેક્ટર શાલિની દુહાન, જિલ્લા વિકાસ અધિકારી કે.ઍસ. વસાવા અને જિલ્લા શિક્ષણાધિકારી જિજ્ઞેશકુમાર ત્રિવેદી, પ્રાથમિક શિક્ષણ અધિકારી વિજય દેશમુખે તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓને અભિનંદન પાઠવી વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી છે.
