Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

મોગરાવાડીમાં પતિઍ પત્ની પર ચપ્પુ વડે હુમલો કરતા ચકચાર

મોગરાવાડીમાં પતિઍ પત્ની પર ચપ્પુ વડે હુમલો કરતા ચકચાર


(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ) 

વલસાડ, તા. ૦૪ ઃ   ૬૩ વર્ષીય પત્ની સાથે છૂટાછેડા ના મામલે વલસાડ  મોગરાવાડીમાં રહેવા આવેલી પત્નીને પતિઍ તેના ઘરે જઈ ચપ્પુ વડે જીવલેણ હુમલો કરતા વલસાડની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે  દાખલ કરવામાં આવી છે જ્યારે પોલીસે ગણતરીની મિનિટોમાં આરોપી પતિની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધો હતો. વલસાડના અજલાવ ગામે  રહેતા જગદીશ સોલંકી અને તેની પત્ની ઉંમર વર્ષ ૬૩ પુષ્પાબેન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી છુટાછેડા બાબતે ઝગડો ચાલી રહ્ના હતો. પુષ્પાબેન સોલંકી વલસાડના મોગરાવાડી પ્રમુખ ગ્રીન સોસાયટી બાલકૃષ્ણ પ્રેસિડેન્સી રૂમ ફલેટ નંબર ૨૦૧ માં  રહેતા દીકરાના ઘરે રહેવા આવ્યા હતા જે દરમિયાન પુષ્પાબેન નો પતિ જગદીશભાઈ સોલંકી અચાનક તેના ઘરે પહોંચી જઈ પત્ની પુષ્પા સોલંકી પર ચપ્પુ વડે હુમલો કરતા પુષ્પાબેન લોહી લુહાણ થઈ જતા આજુબાજુના લોકો દોડી ગયા હતા. ઘટના અંગેની જાણ ૧૦૮ ઍમ્બ્યુલન્સ કરતા તાત્કાલિક તેને વલસાડની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે  દાખલ કરવામાં આવી છે. જોકે ઘટના અંગે પોલીસને ૧૧૨ ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પહોંચી જઈ ચપ્પુ મારનાર આરોપી પતિ જગદીશભાઈ સોલંકીની તાત્કાલિક ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.