Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

વાપીમાં ઈરાન-ઈરાકના યુદ્ધને લઈ ૪ પેટ્રોલપંપ બંધની સ્થિતિમાં

વાપીમાં ઈરાન-ઈરાકના યુદ્ધને લઈ ૪ પેટ્રોલપંપ બંધની સ્થિતિમાં


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૦૪ ઃ વાપીમાં આવેલ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલની અછતને લઈ ચારથી પાંચ પેટ્રોલ પંપ બંધ અવસ્થામાં જ્યારે ઍક પેટ્રોલ પંપ ઉપર બાઈકમાં ૨૦૦ રૂપિયા અને કારમાં માત્ર ૧,૦૦૦ નું જ પેટ્રોલ આપી રહ્ના છે જેને લઇ બહારગામ થી આવતા જતા વહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. ઈરાન ઇઝરાઇલ વચ્ચે થઈ રહેલા યુદ્ધને લઈ સમગ્ર વિશ્વમાં અને ભારતમાં પેટ્રોલ ડીઝલ તેમજ ગેસની અછત વર્તાઈ રહી છે ત્યારે આજે સોમવારે વાપી ટાઉનના ત્રણ અને જીઆઇડીસી ચાર રસ્તા ના બે મળી કુલ પાંચ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ડીઝલનો સ્ટોક નહીં રહેતા પેટ્રોલ પંપ બંધ કરવાની પરિસ્થિતિ ઉભી થવા પામી છે ત્યારે નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર આવેલા બે પેટ્રોલ પંપ પર બાઈકમાં માત્ર ૨૦૦ નું તેમજ કારમાં ૧,૦૦૦ નું પેટ્રોલ અને ૩,૦૦૦ નું ડીઝલ આપવામાં આવી રહ્નાં છે જેને લઇ વાપીના પેટ્રોલ પંપ ઉપર લાંબી લાઈન તેમજ બહારગામ થી પસાર થતાં વહનચાલકોને તેમના વાહનમાં પેટ્રોલ ભરવું મુશ્કેલ બન્યું છે. જોકે આ પરિસ્થિતિ બે દિવસ સુધી રહેવાની હોય તેમ જણાવતા મોડી સાંજે પેટ્રોલ પંપ ઉપર વાહનોની લાંબી લાઈન જોવા મળી હતી.