નાનાપોંઢાથી ૪ ડીટોનેટર સાથે ૧ ઝડપાયો
- byDamanganga Times
- 05 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૪ ઃ વલસાડ જિલ્લાના નાનાપોઢા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ પોલીસે ગેરકાયદેસર ઍક્સપ્લોઝિવ સામગ્રી સાથે ઍક આરોપીને ઝડપ્યો છે. મળતી માહિતી મુજબ, પોલીસે કાકડકુવા ગામ પાસે નાનાપોંઢાથી વાપી જતા રોડ ઉપર સાઈબાબા મંદિર સામે આવેલ પ્રદીપ ગવળીની દુકાન માં છાપો મારી દુકાનમાંથી થી આરોપી પ્રતિપલાલ ગવલીન ઉમર ૩૫ના કબજામાં રાખેલ કાપડની થેલી માંથી સિલ્વર ધાતુની કેપવાળા વાયર અને ડિટોનેટર મળી આવ્યા હતા. આ તમામ સામગ્રી કોઈ પરમિટ વગર રાખવામાં આવી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ વિસ્ફોટક અધિનિયમ તથા સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે કબજે લીધેલ કુલ ૪ નંગ ડિટોનેટર, કિંમત આશરે ૨૮,૦૦૦ જેટલી હોવાનું કહેવાય છે.
