પારડી જિ.પં. અને તા.પં.ના ચૂંટાયેલા સભ્યોના સેન્સ લેવાયા
- byDamanganga Times
- 04 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૦૩ ઃ પારડી તાલુકાની જિલ્લા પંચાયતની ૪ અને તાલુકા પંચાયત પારડીની ૨૨ બેઠકોમાં ઐતિહાસિક વિજય બાદ પારડી તાલુકા ભાજપે આજ રોજ વલસાડ ખાતે પારડી તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ અને જિલ્લા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ માટે જિલ્લા ભાજપ દ્વારા દરેક જીતેલા સદસ્યોના સેન્સ લેવામાં આવ્યા હતાં. વલસાડ ખાતે કડવા પાટીદાર સમાજના હોલમાં આજરોજ વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા, મહામંત્રી કમલેશભાઈ પટેલ, સાંસદ ધવલભાઇ પટેલ, ધારાસભ્ય ભરતભાઈ પટેલ, રમણભાઈ પાટકર વગેરેની ઉપસ્થિતિમાં વિજેતા બનેલા પારડી તાલુકાના જિલ્લા પંચાયતના ૪ સદસ્યો અદિતિબેન પટેલ, પ્રજ્ઞેશભાઈ પટેલ, નરેશભાઈ પટેલ, સોનલબેન પટેલ સાથે તાલુકા પંચાયત પારડીના ૨૨ સદસ્યનો પારડી તાલુકા પંચાયતના નવા પ્રમુખ માટે સેન્સ લેવામાં આવ્યા હતાં. પ્રમુખ માટે ચૂંટાયેલા ચાર સદસ્યો જેમાં સેજલબેન નાયકા, પૂજાબેન રાકેશભાઈ પટેલ, કિન્નરીબેન હિતેશભાઈ પટેલ, કિર્તીબેન વિજયભાઈ પટેલે દાવેદારી કરી હતી. પ્રમુખ તરીકે ઍસટી બેઠક છે જેથી તમામ ઍસટી ઉમેદવારોઍ દાવેદારી કરી હતી તાલુકા ભાજપ પ્રમુખ પુનિતભાઈ પટેલ સહિત અપેક્ષિત ભાજપના હોદ્દેદારો અને સદસ્યો સેન્સ પ્રક્રિયામાં ઉપસ્થિત રહ્ના હતાં. આગામી દિવસોમાં તાલુકા પંચાયતમાં નવા પ્રમુખ તરીકે વરણી થનાર છે. ચાર જણાઍ દાવેદારી કરી છે તમામ લોકોને સાંભળ્યા બાદ હવે આગામી દિવસોમાં ચારમાંથી ઍક જણાનો મેન્ટેડ ભારતીય જનતા પાર્ટી આપશે અને જેના નામનો મેન્ટેડ આવશે ઍ જ પ્રમુખ બનશે આમ હવે ચૂંટણી થયા બાદ જીતેલા તમામ ઉમેદવારો પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે તૈયાર થઈ ગયા છે. પાર્ટી દ્વારા ઍમનો અભિપ્રાય પણ લઈ લેવામાં આવ્યો છે આગામી દિવસોમાં જે તારીખ નક્કી થશે તે તારીખમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરવામાં આવશે અને બંનેની ચૂંટણી થયા બાદ રાબેતા મુજબ વિકાસના કામોને લીલી ઝંડી આપવામાં આવશે અને તમામ ચૂંટાયેલા સભ્યો સત્તા સંભાળશે અત્રે ઉલ્લેખનીય છે કે પારડીમાં ૨૨ માંથી ૨૨ તાલુકા પંચાયતની બેઠકો જીતીને પારડી ભાજપે ઐતિહાસિક જીત મેળવી કોîગ્રેસના સુપડાં સાફ કરી દીધા હતાં.
