Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

વલસાડ સાયબર પોલીસે ‘વીરપુર ગેîગ’ના પને ઝડપ્યા

વલસાડ સાયબર પોલીસે ‘વીરપુર ગેîગ’ના પને ઝડપ્યા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૦૩ ઃ વલસાડમાં ‘અઘોરી બાબા’ બની વૃદ્ધ મહિલા પાસે રૂ. ૧૯.૬૦ લાખ પડાવી લેનાર પાંચ ઈસમોને વલસાડ સાયબર ક્રાઈમ પોલીસે મહીસાગર જિલ્લાના વીરપુરથી ઝડપી પાડવામાં આવ્યા છે. વલસાડના ઍક ૭૬ વર્ષીય વૃદ્ધને ઇન્ટરનેટના માધ્યમથી ‘અઘોરી બાબા’ અને ‘ગુરુજી’ તરીકે અોળખ આપી વૃદ્ધને વિશ્વાસમાં લીધા બાદ માતાજીની અપાર કૃપા થશે કહી અલગ-અલગ સમયે કુલ રૂપિયા ૧૯,૬૦,૫૦૦થી વધુની રકમ ટ્રાન્સફર કરાવી દીધી હતી. જે બાદ વૃદ્ધાને છેતરાયા હોવાનો અહેસાસ થતા વલસાડ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો.પોલીસનું ‘ઓપરેશન વીરપુર’ વલસાડ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પી.આઈ. ઍચ.જી. રબારીના માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ. ડી.ઍસ. પટેલ અને તેમની ટીમે બેંક ઍકાઉન્ટ્સ, કોલ ડિટેલ્સ અને હ્નામન ઇન્ટેલિજન્સના આધારે પોલીસને કડી મેળવી  વીરપુર પહોંચી તપાસ કરતાં  સલમાનખાન અને નીમાનખાન પઠાણ નામના ઇસમો પોતાના મળતીયાઓ સાથે મળીને આ નેટવર્ક ચલાવતા હોવાનું જણાતાં બાતમીના આધારે પોલીસે દરોડો પાડી પાંચેય આરોપીઓ નીમાનખાન મહેબુબખાન પઠાણ (ઉ.વ. ૨૫),  અજાજખાન જાફરુલ્લાખાન પઠાણ (ઉ.વ. ૩૨), સલમાનખાન જાફરુલ્લા ખાન પઠાણ (ઉ.વ. ૩૪),  સમીરખાન જાકરૂલ્લાખાન પઠાણ (ઉ.વ. ૨૬),  ઇરફાન ઇસ્માઇલભાઇ શેખ (ઉ.વ. ૩૫) તમામ રહે વીરપુરને ઝડપી પાડયા હતાં. પોલીસે કોઈપણ શંકાસ્પદ કોલ કે મેસેજ આવે તો ગભરાયા વગર તરત જ ૧૯૩૦ સાયબર હેલ્પલાઇન પર સંપર્ક કરવા જણાવાયુ હતું.