Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

ડાંગમાં કાળઝાળ ગરમી વચ્ચે બર્ડ ફલૂની દહેશત

ડાંગમાં કાળઝાળ ગરમી વચ્ચે બર્ડ ફલૂની દહેશત


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

સાપુતારા, તા. ૦૩ ઃ ડાંગ જિલ્લામાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે હવે ઍક નવો અને ગંભીર સંકટ મંડરાઈ રહ્ના છે, છેલ્લા કેટલાક દિવસોથી ડાંગના વિવિધ વિસ્તારોમાં ઍકસાથે અસંખ્ય કાગડાઓના રહસ્યમય સંજોગોમાં મોત નીપજતા સમગ્ર પંથકમાં બર્ડ ફલૂના દહેશતનો માહોલ છવાઈ ગયો છે. ડાંગ જિલ્લામાં પક્ષીઓમાં બર્ડ ફલૂ (મરઘાનો રોગ) જોવા મળતા વહીવટી તંત્ર ઍલર્ટ મોડ પર આવી ગયું છે. નાયબ વન સંરક્ષક, દક્ષિણ ડાંગ વન વિભાગ, આહવા દ્વારા તાજેતરમાં જારી કરવામાં આવેલા પરિપત્ર અનુસાર, નવાપુર વિસ્તારમાં બર્ડ ફલૂના કેસ નોંધાયા છે. આ રોગ મનુષ્યોમાં પણ ફેલાઈ શકવાની સંભાવના હોવાથી તંત્ર દ્વારા ગંભીરતા દાખવવામાં આવી છે.આ રોગચાળાને અટકાવવા માટે તમામ રેન્જ ફોરેસ્ટ ઓફિસરોને તાકીદ કરવામાં આવી છે કે તેઓ પોતાના કાર્યક્ષેત્ર હેઠળની ફોરેસ્ટ ચેકપોસ્ટો પર સઘન તપાસ કરે. આ આદેશનો મુખ્ય ઉદ્દેશ્ય મહારાષ્ટ્ર રાજ્યમાંથી ડાંગ જિલ્લામાં મરઘાં-બતકાં કે અન્ય પક્ષીઓના પરિવહન પર સંપૂર્ણ ફતિબંધ મૂકવાનો અને તેને અટકાવવાનો છે. વન વિભાગ દ્વારા આ સંદર્ભમાં કરેલી કામગીરીનો અહેવાલ તાત્કાલિક અસરથી રજૂ કરવા પણ સૂચના આપવામાં આવી છે, વિશેષજ્ઞોના મતે ઍવિયન ઇન્ફલુઍન્ઝા ઍટલે કે બર્ડ ફલૂ ઍ અત્યંત જોખમી વાયરસજન્ય રોગ છે, જે માત્ર પક્ષીઓ માટે જ નહીં પરંતુ જો યોગ્ય સમયે પગલાં લેવામાં ન આવે તો તે અન્ય પાલતુ મરઘાં અને પશુ-પક્ષીઓમાં પણ ખૂબ જ ઝડપથી ફેલાઈ શકે છે.વધતી જતી આ સમસ્યાને ધ્યાનમાં લેતા હવે સ્થાનિક લોકોમાં ભારે  ચિંતા જોવા મળી રહી છે.