Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

જિલ્લામાં જિ.પં. અને ૬ તા.પં.માં સુકાનીઅોની પસંદગી માટે મથામણ

જિલ્લામાં જિ.પં. અને ૬ તા.પં.માં સુકાનીઅોની પસંદગી માટે મથામણ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૦૩ ઃ વલસાડ જિલ્લાના રાજકીય માહોલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ બાદ ઉત્સુકતા અને ગરમાવો વધ્યો છે. વલસાડ પાટીદાર સમાજવાડી ખાતે યોજાયેલી મહત્વપૂર્ણ સેન્સ પ્રક્રિયામાં તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયત, ઉમરગામ નગરપાલિકા તેમજ વાપી મહાનગરપાલિકાના અગત્યના હોદ્દાઓ માટે ચર્ચાઓ કરવામાં આવી હતી. ભાજપ દ્વારા નિમાયેલા પ્રદેશ નિરીક્ષકોની હાજરીમાં આ પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં દાવેદારો સાથે તેમના સમર્થકો અને અન્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓના મંતવ્યો પણ ધ્યાનપૂર્વક સાંભળવામાં આવ્યા હતા. વલસાડ જિલ્લા પંચાયતની ૩૬ બેઠકો તેમજ છ તાલુકા પંચાયતની ૧૫૦ બેઠકો માં જિલ્લા પંચાયત  ૩૫ બેઠકો ભાજપે કબજે કરી હતી જ્યારે વલસાડ તાલુકાની ૩૨ બેઠકોમાંથી ૩૧ બેઠકો ભાજપે કબજે કરી જ્યારે બાકીની ઍક બેઠક અપક્ષ ઉમેદવારે જીત મેળવ્યો હતો. તેવી રીતે  પારડી, કપરાડા, વાપી , ઉમરગામ તાલુકા પંચાયત અને પાલિકા મહાનગરપાલિકામાં ભાજપની ભવ્ય જીત થઈ હતી. ત્્યારે વલસાડ જિલ્લા પંચાયતની મહિલા ઓબીસી પ્રમુખની સીટ છે. વલસાડ તાલુકા પંચાયત ઓબીસી પુરુષ પ્રમુખની સીટ છે. જિલ્લા પંચાયત, છ તાલુકા પંચાયત, નગરપાલિકા મહાનગરપાલિકાના પ્રમુખ માટે દાવેદારોની સેન્સ પ્રક્રિયામાં ચૂંટાયેલા સભ્યો, પક્ષના હોદ્દેદારો અને કાર્યકરો પાસેથી અભિપ્રાયો મેળવીને નામોની પેનલ તૈયાર કરવામાં  આવ્યા બાદ આ પ્રક્રિયા દ્વારા યોગ્ય ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

જિલ્લા પંચાયત પ્રમુખ પદ માટે મહિલા પ્રમુખ માટે કોસંબા બેઠક પર બિનહરી વિજેતા બનેલા હેતલબેન જીનેશભાઈ પટેલ જ્યારે ખતલવાડા બેઠક પરથી ભાજપમાંથી જીતેલા  ભાવિનીબેન  દિનેશભાઈ માછી  આ બે ઉમેદવારો વચ્ચે પ્રમુખ જામ્યો છે જ્યારે વલસાડ તાલુકા પંચાયત બેઠક પર ઓબીસી પ્રમુખ માટે બિનહરીફ ઍવા વાસણ બેઠકના ચિંતન સુરેશભાઈ પટેલ જ્યારે મગોદ ડુંગરી બેઠક પરથી વિજેતા બનેલા કિશોરભાઈ પટેલ ઍ પ્રમુખ માટે દાવેદારી કરી છે. વલસાડ જિલ્લા પંચાયત મહિલા પ્રમુખનો તાજ કોના સીરે આવશે તો બીજી તરફ વલસાડ તાલુકા પંચાયત પ્રમુખનો તાજ કોને મળે તેના પર સૌની નજર છે.