Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

મોગરવાડીમાં ગેરકાયદે બાંધકામ અંગે દુકાનદારને નોટિસ

મોગરવાડીમાં ગેરકાયદે બાંધકામ અંગે દુકાનદારને નોટિસ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૦૩ ઃ વલસાડ નગરપાલિકા વિસ્તારમાં મંજૂર થયેલા પ્લાન કરતા વિરુદ્ધ જઈને ગેરકાયદેસર રીતે વધારાનું બાંધકામ કરનારા તત્વો સામે પાલિકાના ચીફ ઓફિસરે લાલ આંખ કરી છે. મોગરાવાડી વિસ્તારમાં મંજૂર નકશાના નિયમોનો ભંગ કરી દુકાનોનું બાંધકામ કરવાના મામલે પાલિકા તંત્ર દ્વારા બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટ  આપવાનો સ્પષ્ટ ઈનકાર કરી દેવામાં આવ્યો છે.

વલસાડના મોગરાવાડી વિસ્તારના રહીશ ઉદયભાઈ ખેતસીભાઈ તથા અન્ય દ્વારા પાલિકામાં બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટ મેળવવા માટે અરજી કરવામાં આવી હતી. આ સંદર્ભે ગત ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ પાલિકાની ટીમ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન  બાંધકામ મંજૂર કરાયેલ નકશા મુજબ થયેલ નથી. નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી સ્થળ તપાસમાં  મંજૂર નકશામાં દર્શાવેલ માપ મુજબની દુકાનો બનાવવામાં આવી નથી,  મંજૂર નકશામાં જેટલી દુકાનોની પરવાનગી હતી, તેના કરતા વધુ સંખ્યામાં દુકાનો બનાવી દેવામાં આવી છે. કાયદેસરની કાર્યવાહી આ ગેરકાયદેસર કૃત્ય ગુજરાત ટાઉન પ્લાનિંગ ઍન્ડ અર્બન ડેવલપમેન્ટ ઍક્ટ-૧૯૭૬ ની કલમ ૨૭ તથા ૨૯ તેમજ લાગુ પડતી ઞ્ઝ઼ઘ્ય્ ની જોગવાઈઓનો સીધો ભંગ છે. જેના આધારે પાલિકા તંત્રઍ કડક વલણ અપનાવી હાલના તબક્કે ગ્શ્ઘ્ ની અરજી નામીંજૂર કરી છે. પાલિકાના આ કડક વલણને પગલે ગેરકાયદે બાંધકામ કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.