ગુંદલાવ હાઈવેથી દારૂ ભરેલ ટેમ્પો ઝડપાયો
- byDamanganga Times
- 04 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૩ ઃ વલસાડ ઍલસીબીની ટીમ પેટ્રોલિંગમાં ફરતી હોય તે દરમિયાન મળેલી બાતમી આધારે વલસાડના ગુંદલાવ હાઈવે પર વોચ ગોઠવી બાતમીવાળો આઇસર ટેમ્પો માંથી રૂ. ૧.૩૮ લાખના દારૂ સાથે સુરેન્દ્રનગરના ઍક આરોપીને ઝડપી પાડ્યો છે. જ્યારે દારૂ ભરાવનાર અને મંગાવનાર રાજકોટના ઈસમને વોન્ટેડ જાહેર કર્યો છે.
વલસાડ ઍલસીબીની ટીમ પેટ્રોલિંગના ફરતી હતી તે દરમિયાન બાતમી મળતા ઍલસીબીની ટીમ વલસાડના ગુંદલાવ પીરુ ફળિયા મુંબઈ થી અમદાવાદ જતા હાઇવે પર વોચ ગોઠવી ઊભા હતા તે દરમિયાન બાતમીવાળો આઇસર ટેમ્પો નં. ઞ્થ્-૧૩-ખ્ષ્-૮૩૬૪ ને અટકાવી તેની અંદર તપાસ કરતા પ્લાસ્ટિકનો સ્ક્રેપ ગ્રાઈન્ડરની ગુણીઓ સાથે ભરેલ દારૂ બિયર ની બાટલી નંગ ૧૯૮૬ કિંમત રૂ. ૪,૬૪,૯૧૬, આઇસર ટેમ્પાની કિંમત રૂ. ૭ લાખ, પ્લાસ્ટીકનો સ્ક્રેપટ ગ્રાઈન્ડરની ગુણીઓ આશરે નંગ-૧૦૦ કિ.રૂ ૩૭,૫૮૩ તથા પ્લાસ્ટીકની બાટલીઓ બનાવા માટેના રો મટેરીયલ ભરેલ બોક્ષો નંગ-૩૦ કિ.રૂ. ૧,૩૮,૧૮૧, મોબાઇલ ફોન-૨ કિ.રૂ.૧૦,૦૦૦ મળી કુલ્લે કિ.રૂ.૧૩,૫૦,૬૮૦ના મુદામાલ સાથે ટેમ્પો ચાલક ખોડાભાઈ નાથાભાઈ માલકીયા ઉ.વ.૩૮ રહે.૨૦૭ કોળી તથા જુનો દરબાર વાસ ખેરાણા-૦૨ તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર ની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે દારૂ મંગાવનાર અને દારૂ ભરી આપનાર રાજકોટના ઈસમને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.
