સાદકપોરમાં વાહન અડફેટે યુવાનનું મોત
- byDamanganga Times
- 04 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીખલી, તા. ૦૩ ઃ ચીખલી તાલુકાના સાદકપોર ગામે રાત્રિના સમયે ઍક અજાણ્યા વાહન ચાલકે રસ્તે ચાલતા યુવાનને ટક્કર મારી રોડ ઉપર પાડી નાખતા ગંભીર રીતે ઘાયલ થયેલ યુવાનનું સ્થળ ઉપર મોત નીપજ્યું હોવાનો બનાવ ચીખલી પોલીસ મથકે નોંધાવા પામ્યો છે. બનાવની પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ફડવેલથી ચીખલી જતા માર્ગ ઉપર સાદકપોર ગામે મુકેશભાઈ મંગુભાઈ પટેલ ના ખેતરની સામે રાત્રિના આઠેક વાગ્યાના અરસામાં રસ્તે ચાલી રહેલ ધર્મેશભાઈ પ્રવીણભાઈ પટેલ ઉ.વ. ૩૫ રહે સાદકપોર ઘદુલી ખાખરી ફળિયા જેને કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા ધર્મેશભાઈ પટેલ રોડ ઉપર પડતાં જેને પગમાં તથા શરીરે ગંભીર ઈજા પહોંચતા જેનું સ્થળ ઉપર મોત નીપજ્યું હતું બનાવ અંગેની ફરિયાદ મૃતકના પિતા પ્રવીણભાઈ પટેલે કરતા આગળની વધુ તપાસ ચીખલી પોલીસ મથકના મહિલા પીઍસઆઇ ઍફ. ઍચ. પટેલ કરી રહ્ના છે.
