વલસાડ-વાપીમાં બાંધકામ મંજૂરીમાં ઍરપોર્ટ ફબ્ઘ્ના અવરોધ અંગે રાવ
- byDamanganga Times
- 04 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૩ ઃ વાપી અને વલસાડ જિલ્લામાં ઍરપોર્ટ ઍનઓસીની બિનજરૂરી માંગણી દૂર કરવા વિડાના પ્રમુખ અને તેમની ટીમ દ્વારા પત્ર લખી મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી.
વલસાડ જિલ્લો ગુજરાતમાં ઉધોગલક્ષી નીતિને કારણે વલસાડ જિલ્લામાં બાંધકામ ઉધોગ નોંધપાત્ર રીતે ડેવલોપ રહ્ના છે. જોકે, હાલમાં વલસાડ જિલ્લાના ડેવલપર્સને પર્યાવરણ મંજૂરી મેળવવાની પ્રક્રિયામાં સુરત અથવા દમણ ઍરપોર્ટ પાસેથી ફબ્ઘ્ મેળવવા માટે કહેવામાં આવી રહ્નાં છે. વલસાડ ડિસ્ટ્રિક્ટ રિયલ ઍસ્ટેટ ડેવલપર્સ ઍસોસિઍશનના પ્રમુખ અશોકભાઈ મંગેના જણાવ્યા મુજબ, આ ફબ્ઘ્ ઍરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની ટેકનિકલ માર્ગદર્શિકા મુજબ જરૂરી નથી. આ બાબતે ઍસોસિઍશન દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરી આ બિનજરૂરી માંગણી દૂર કરવા માંગણી કરવામાં આવી છે અને તેઓઍ જણાવ્યું છે કે ઍરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની માર્ગદર્શિકા મુજબ ફબ્ઘ્ માત્ર ત્યારે જ જરૂરી બને છે. જ્યારે પ્રોજેક્ટ ઍરપોર્ટના ઓબ્સ્ટેકલ લિમિટેશન સરફેસ ઝોન અથવા ફલાઇટ ફનલ ઝોનમાં આવતો હોય. અંતરની દૃષ્ટિઍ જોઈઍ તો, વાપી શહેર દમણ ઍરપોર્ટથી ૧૨ કિલોમીટર અને સુરત ઍરપોર્ટથી ૧૧૫-૧૨૦ કિલોમીટર થી દૂર આવેલું છે. જ્યારે વલસાડ જિલ્લો દમણથી ૩૫-૪૦ કિમી અને સુરતથી ૯૦ કિમી દૂર છે. આમ, ટેકનિકલ રીતે આ વિસ્તારો ઍરપોર્ટના પ્રતિબંધિત ઝોનની બહાર હોવા છતાં ફબ્ઘ્ની માંગણી કરવામાં આવે છે, જે બાંધકામ ક્ષેત્રે તેમજ જમીન ડેવલોપરના પ્રોજેક્ટ પર નકારાત્મક અસર કરે છે.વધુમાં રજૂઆત કરવામાં આવી છે કે વાપી અને વલસાડમાં મોટાભાગના પ્રોજેક્ટો નીચી અથવા મધ્યમ ઊંચાઈના હોય છે, જે ઍરપોર્ટ ઓપરેશન કે રડાર સિસ્ટમ પર કોઈ અસર કરતા નથી. બિનજરૂરી ફબ્ઘ્ ની પ્રક્રિયાને કારણે પ્રોજેક્ટ મંજૂરીમાં વિલંબ થાય છે અને ડેવલપર્સ પર આર્થિક બોજ વધે છે. આ સમસ્યાના નિરાકરણ માટે ગુજરાત સરકારની ઍરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની ગાઈડલાઈન મુજબ સ્પષ્ટ નીતિ જાહેર કરવી જોઈઍ, જેથી જરૂરી પર્યાવરણ મંજૂરીની પ્રક્રિયા તેમજ બાંધકામ ક્ષેત્રે જરૂરી ઍવી તમામ મંજૂરીઓ વલસાડ જિલ્લા રીયલ ઍસ્ટેટ ડેવલોપર ઍસોસિઍશન ને મળી રહે તેવી માંગ કરવામાં આવી છે.
