જુજવામાં દીપડો દેખાતાં ગ્રામજનોમાં ફફડાટ
- byDamanganga Times
- 04 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૩ ઃ વલસાડ તાલુકાના જુજવાગામે છેલ્લા કેટલાક દિવસોથી દીપડાની અવરજવરના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. દીપડાઍ ઍક શ્વાન પર હુમલો કરવાની ઘટના પણ બની હતી જેથી સરપંચે તાત્કાલિક વન વિભાગની જાણ કરતા પાંજરું ગોઠવી દેવામાં આવ્યું છે. વલસાડ તાલુકાના જુજવાગામે છેલ્લા થોડા સમયથી દીપડાની અવરજવરને કારણે સમગ્ર પંથકમાં ભયનો માહોલ જોવા મળી રહ્ના છે. ગામના ખેતરો અને રહેણાંક વિસ્તારોમાં દીપડો દેખાતા ગ્રામજનોમાં ભારે ફફડાટ ફેલાયો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને ગામના સરપંચ દ્વારા તાત્કાલિક વન વિભાગને આ અંગે જાણ કરવામાં આવી હતી. સરપંચની સક્રિયતાને પગલે વન વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને દીપડાને પાંજરે પુરવા માટે પાંજરું ગોઠવી દેવામાં આવ્યા છે. ગામમાં દીપડો દેખાતા લોકો હવે ખેતરે જતા કે રાત્રિના સમયે બહાર નીકળતા ડરી રહ્ના છે. વન વિભાગ દ્વારા ગ્રામજનોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં દીપડો પાંજરે પુરાશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
