વલસાડના ઍક ગામમાં દિવ્યાંગ સગીરા સાથે પિતરાઈઍ જ દુષ્કર્મ આચર્યુ
- byDamanganga Times
- 04 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૩ ઃ વલસાડ તાલુકાના ઍક ગામમાં ઍક માનસિક રીતે અસ્વસ્થ ૧૩ વર્ષીય સગીરા ઉપર પડોશમાં રહેતા કૌટુંબિક ૧૭ વર્ષીય સગીરે કૌટુંબિક બહેનને હવસનો શિકાર બનાવી હોવાની ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આરોપીની પોલીસે તાત્કાલિક ધરપકડ કરી જેલમાં ધકેલી દીધો હતો વલસાડ તાલુકાના ધરમપુર રોડ પર ઍક ગામમાં રહેતા ઍક શ્રમજીવી પરિવારની ૧૩ વર્ષીય દીકરી જે માનસિક રીતે અસ્વસ્થ છે. શુક્રવારે સાંજે ઘરના આંગણામાં રમતા-રમતા તેના જ કૌટુંબિક સગીરે લલચાવી-ફોસલાવી હતી. આરોપી તરુણ બાળકીને ઘરની પાછળ આવેલી ઍક અવાવરું જગ્યામાં લઈ ગયો હતો અને તેની સાથે બળજબરી પૂર્વક દુષ્કર્મ કરવાની ઘટના બનતા ગામમાં ચકચાર મચી જવા પામી હતી. બાળકી નજરે ન પડતા માતા જ્યારે શોધતી-શોધતી ઘરની પાછળ પહોંચી ત્યારે દ્રશ્ય જોઈ તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તો ૧૭ વર્ષીય નરાધમ તરુણ તેની પુત્રી સાથે અર્ધનગ્ન હાલતમાં ઝડપાયો હતો. માસૂમ બાળકી લોહીલુહાણ હાલતમાં જોવા મળતા માતા ઉપર આભ તૂટી પડ્યું હતું. બાળકીના ગુ ભાગેથી રક્તસ્ત્રાવ થતા તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર માટે લઈ ગયા હતા. ઘટના બાદ માતાઍ વલસાડ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક દોડી જઈ ફરિયાદ કરતાં સગીર આરોપીની અટક કરી મેડિકલ ચેકઅપ માટે મોકલવામાં આવ્યો છે.
