Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

ધરમપુર પાલિકાના સિંધીચાલમાં સ્ટ્રીટ લાઈટનો અભાવ

ધરમપુર પાલિકાના સિંધીચાલમાં સ્ટ્રીટ લાઈટનો અભાવ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ધરમપુર, તા.૦૩ ઃ ધરમપુર નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર ૧માં આવેલ સિંધીચાલ વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટના અભાવે રહીશો તેમજ રસ્તા પરથી અવર-જવર કરનારા રાહદારીઓ સહીત આ વિસ્તારના રહીશો મુશ્કેલીનો અનુભવ કરી રહ્ના છે. ખાસ કરીને કાનજી ફળિયા અને રાજમહાલ રોડ બાયપાસને  જોડતો આ ટૂંકા માર્ગથી રોજિંદા મોટી સંખ્યામાં લોકો માટે ઉપયોગી બન્યો છે, છતાં અહીં છેલ્લા કેટલા સમયથી રાત્રિના સમયે અંધકારમય જેવી સ્થિતિ સર્જાય છે.

સ્થાનિક રહીશો પાસેથી મળેલ પ્રા માહિતી મુજબ સુરેશભાઈ ફરસાણ વાળાના ઘરની સામે છેલ્લા કેટલાક સમયથી સ્ટ્રીટ લાઈટ ની સુવિધા ન હોવાથી  રાત્રે પસાર થવું મુશ્કેલ બની ગયું છે. આ બાબતે નગરપાલિકા તંત્રને અનેક વખત જાણ કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી, જેના કારણે રહીશોમાં અસંતોષ જોવા મળી રહ્ના છે. સ્થાનિકોઍ દ્વારા સ્ટ્રીટ લાઈટની સુવિધા ઉભી કરવાની માંગ ઉઠવા પામી છે  જોવુ રહ્નાં કે આ વિસ્તારના અંધકારમય વાતાવરણને પ્રકાશમય બનાવવા પાલિકા તંત્રને કેટલો સમય લાગશે.