ધરમપુર તા.પં.ની ચૂંટણીમાં પરિણામ બાદ રાજકીય ગરમાવો વધ્યા
- byDamanganga Times
- 04 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૦૩ ઃ ધરમપુર તાલુકા પંચાયતની ચૂંટણીમાં આ વખતે ભારે રસાકસી જોવા મળી હતી. કુલ ૨૪ બેઠકોમાંથી ભાજપને ૧૩, કોંગ્રેસને ૧૦ અને ઍક બેઠક અપક્ષ ઉમેદવારને મળતા સત્તા સ્થાપન માટે પરિસ્થિતિ રસપ્રદ બની છે. ચૂંટણી પરિણામ બાદ રાજકીય ગરમાવો વધ્યો છે. ચર્ચાઓ મુજબ, સંભવિત પક્ષફેર અથવા પ્રલોભનોને અટકાવવા માટે ભાજપ દ્વારા પોતાના જીતેલા સભ્યોને સેફ સ્થળે રાખવાના પગલાં લેવામાં આવ્યા હોવાની વાતો સામે આવી રહી છે. જોકે આ બાબતે સત્તાવાર રીતે કોઈ પુષ્ટિ થઈ નથી. હાલ પરિસ્થિતિ પર સૌની નજર છે અને આવનારા દિવસોમાં સત્તા રચના બાબતે આખુ ચિત્ર સ્પષ્ટ થવાની શક્યતા છે.
