ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીઍ મતદારોનો આભાર વ્યક્ત કર્યો
- byDamanganga Times
- 04 May, 2026
(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
ચીવલ, તા.૦૩ ઃ કપરાડા વિધાનસભા ક્ષેત્રમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના ભવ્ય વિજય બાદ કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીઍ મતદારો, કાર્યકરો અને આગેવાનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.
નાનાપોઢા, કપરાડા અને પારડી તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની બેઠકોમાં ભાજપના ઉમેદવારો બહુમતી સાથે જીત મેળવી છે, જેને લઇ સમગ્ર વિસ્તારમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્ના છે. જીતુભાઈ ચૌધરીઍ જણાવ્યું હતું કે આ વિજય વિકાસકાર્યો, સુશાસન અને લોકોના વિશ્વાસનો પરિચાયક છે.
તેમણે આગળ ઉમેર્યું કે પાર્ટીના કાર્યકરોના અવિરત પરિશ્રમ અને મતદાતાઓના સહકાર વિના આ જીત સંભવ નહોતી. સાથે જ તેમણે ખાતરી આપી કે આવનારા સમયમાં વિકાસના કાર્યોને વધુ ગતિ આપવામાં આવશે અને લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરવા માટે સતત પ્રયત્ન કરવામાં આવશે. આ પ્રસંગે વિવિધ ગામો અને વિસ્તારોમાં વિજયોત્સવ ઉજવાયો હતો, જેમાં કાર્યકરો અને સમર્થકોઍ આનંદ વ્યક્ત કર્યો હતો.
