Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

ધરમપુરની વનરાજ કોલેજના પ્રાધ્યાપિકાનો સેવા નિવૃત્ત અભિવાદન સમારોહ યોજાયો

ધરમપુરની વનરાજ કોલેજના પ્રાધ્યાપિકાનો  સેવા નિવૃત્ત અભિવાદન સમારોહ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

 વલસાડ, તા. ૦૩ ઃ શ્રી વનરાજ આટ્રર્સ ઍન્ડ કોમર્સ કોલેજ, ધરમપુરના ગુજરાતની વિષયના અધ્યાપિકા ડૉ. મીતાબેન ઠાકોરલાલ પારેખના નિવૃત્તિ વિદાયમાન સમારોહમાં રંગપૂજા થીયેટર્સના પ્રમુખ સતીષભાઈ દેસાઈઍ જણાવ્યું હતું કે વયમર્યાદાના કારણે દરેક શિક્ષક નિવૃત્ત તો થતા હોય છે. 

સેવા અભિવાનદ સમારોહની શરૂઆત ગણેશ વંદનાથી થઈ હતી. મહેમાનોના શાબ્દિક અને પુષ્પગૃચ્છથી સ્વાગત કર્યા બાદ સેવા નિવૃત્ત ડૉ. મીતાબેન પારેખે પોતાના પ્રતિભાવમાં જણાવ્યું કે કુટુંબ સમાજ અને સેવાભાવી સંસ્થાઓના સહયોગ વિના શૈક્ષણિક સિદ્ધિના શીખરે પહોંચવું દુષ્કર છે. શિક્ષણકાર્યમાં સંસ્થાના પ્રમુખ, આચાર્ય, સહકર્મચારીના પ્રોત્સાહક અભિગમથી શિક્ષક શૈક્ષણિક સફળતાની સીડી ચઢી રાષ્ટ્રવિકાસ ધારામાં ગતિવર્ધક યોગદાન આપી શકે છે. ડૉ. વી.ડી. પટેલે જીવન ઝાંખી રજૂ કરી હતી. ડૉ. પારૂલબેન દેસાઈ, પ્રા. વર્ષા પટેલ, વલસાડ દમણિયા સોની સમાજના પ્રમુખ સૌરવ પારેખ, ફાલ્ગુનીબેન પારેખ, વારિજ પારેખે પ્રાસંગિક પ્રવચનો કર્યા હતાં. સંગીતકાર નીતિન પટેલ,  દેવશભાઈઍ ભાવનાત્મક ગીતો રજૂ કર્યા હતાં. સમારોહમાં મોટી સંખ્યામાં સામાજિક અગ્રણીઓ, બૌદ્ધિકો, વિદ્યાર્થીઓ, સ્વજનો હાજર રહ્ના હતાં. કાર્યક્રમનું સફળ સંચાલન રાજવી પટેલ, -મિત પારેખ અને ઋજુતા પારેખે કર્યુ હતું.