બાબરખડક પ્રાથમિક શાળામાં સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો
- byDamanganga Times
- 04 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
નાનાપોîઢા, તા. ૦૩ ઃ નાનાપોંઢા તાલુકામાં આવેલ બાબરખડક પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓનો તથા શિક્ષકનો સન્માન સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં ધોરણ -૬ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની મહિમાબેન કાકડ કે જેઓ ઍથ્લેટીકસ તથા ખો-ખો સ્પર્ધામાં ભાગ લઈ બેસ્ટ ખેલાડી તરીકે પસંદ કરવામાં આવ્યા અને તેમને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. ધો.૬માં જ અભ્યાસ કરતી વિદ્યાર્થીની શ્વેતાબેન વળવી કે જેવો ખો-ખોની સ્પર્ધામાં બેસ્ટ પ્રદર્શન કરી જીત અપાવવામાં મહત્વની ભૂમિકા અદા કરી હતી. જે બદલ તેમને પણ શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા. ધો.- ૮માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાદિયા કૈયુમમિયા શેખ ખો-ખોની સ્પર્ધામાં કેપ્ટન તરીકે શાળાને પ્રથમ વખત ચેમ્પિયન્સ બનાવવામાં મહત્વની ભૂમિકા અદા કરી હતી. જે બદલ તેમને સફળ કેપ્ટન તરીકે ગણવામાં આવ્યા જેથી તેમને પણ શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા. ધો.૮માં જ અભ્યાસ કરતી વિદ્યાર્થીની આરુષિબેન ગાયકવાડ જેમને સ્ન્દ્દ્યફુફૂઁદ્દ ંશ્ દ્દત્ર્ફૂ ક્કર્ફૂશ્વસ્ન્ નો ઍવોર્ડ આપવામાં આવ્યો જેમની સાથે તેમને ફપ્પ્લ્ પરીક્ષા પાસ મેરીટમાં આવા બદલ તેમને પણ શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા. ધો.૮માં જ અભ્યાસ કરતી ખુશીબેન પટેલ જેવો શાળાના શ્રેષ્ઠ મહામંત્રી તરીકેની કામગીરી કરવા બદલ તેમને પણ શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યાં આ સફળતાના શિલ્પી તરીકે રાહબર તરીકેની ભૂમિકા અદા કરનાર ગણેશભાઈ ઍલ જાદવનો અમૂલ્ય ફાળો રહ્ના છે જેથી તેમને પણ શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. વિદ્યાર્થીઓની આ સફળતા બદલ શાળા પરિવાર અને ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્ના છે .
