Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

નાનાપોઢા-કપરાડાના ડુંગરોમાં ગુણકારી ‘ચાય ભાજી’નું ઉત્પાદન

નાનાપોઢા-કપરાડાના ડુંગરોમાં ગુણકારી ‘ચાય ભાજી’નું ઉત્પાદન


(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ) 

ચીવલ, તા.૦૩ ઃ વલસાડ જિલ્લાના નાનાપોઢા અને કપરાડા તાલુકાના ડુંગરાળ વિસ્તારોમાં આ દિવસોમાં કુદરતી રીતે ઉગતી ‘ચાય ભાજી’ લોકો માટે આરોગ્યદાયક સાબિત થઈ રહી છે. મેઘરાજાના આગમન પહેલાંની ઋતુમાં ડુંગરો અને જંગલોમાં વિવિધ પ્રકારની વનસ્પતિઓ અને વેલીઓ જોવા મળે છે, જેમાંથી ઘણી ભાજીઓ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે.

જૂના સમયમાં ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોના લોકો સંપૂર્ણપણે કુદરતી વનસ્પતિ પર આધારિત જીવન જીવતા હતાં. આજના આધુનિક સમયમાં પણ આદિવાસી સમાજ કુદરતી સંપત્તિ સાથે સંકળાયેલો રહ્ના છે અને ઋતુ પ્રમાણે મળતી ભાજીઓનો ઉપયોગ પોતાના આહાર અને આરોગ્ય માટે કરે છે. હાલમાં નાનાપોઢા અને કપરાડાના ડુંગરોમાં ખાસ કરીને ‘ચાય ભાજી’ મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે. સ્થાનિક લોકો જણાવે છે કે આ ભાજી માત્ર સ્વાદિષ્ટ જ નથી, પરંતુ શરીર માટે અત્યંત લાભદાયક છે. ચાય ભાજીમાં રહેલા પોષક તત્વો શરીરની રોગ-તિકારક શક્તિ વધારવામાં મદદરૂપ બને છે. ગામડાંના લોકો આ ભાજીનો શાક બનાવી રોજિંદા ભોજનમાં સામેલ કરે છે.

આ પ્રાકૃતિક ભેટને કારણે આદિવાસી વિસ્તારોમાં લોકો કુદરતી રીતે સ્વસ્થ જીવન જીવતા હોવાનું જોવા મળે છે. કુદરતના ખોળામાં મળતી આવી ભાજીઓ આજના સમયમાં પણ આરોગ્ય માટે મહત્વપૂર્ણ બની રહી છે.