ડુંગરીમાં અંડર-૧૪ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ
- byDamanganga Times
- 02 May, 2026
વલસાડ, તા. ૦૧ ઃ ડુંગરી મોહનભાઈ ક્રિકેટ ગ્રાઉન્ડ પર અંડર ૧૪ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય ભરતભાઈ પટેલ અને ત્ફઝ઼ત્ખ્ શ્૧૯ પ્લેયર હેનિલ પટેલ, સ્ટેટ પ્લેયર ભવ્ય ચૌહાણ તેમજ અંકિતભાઈ પટેલ તેમના હસ્તે આ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તેમાં મુખ્ય મહેમાન તરીકે ચંદુભાઈ પટેલ, ચિંતનભાઈ પટેલ, આનંદભાઈ પટેલ, અંકુરભાઈ પટેલ, વિરલભાઈ પટેલ હાજર રહ્ના હતાં. આ ટુર્નામેન્ટનું આયોજન કુંજન પટેલ અને જીજ્ઞેશભાઈ પટેલ તરફથી કરવામાં આવ્યું હતું.
