Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

વાપી આર.કે. દેસાઈ કોલેજીનું ગૌરવ

વાપી આર.કે. દેસાઈ કોલેજીનું ગૌરવ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) 

વાપી, તા.૦૧ ઃ આર.કે. દેસાઈ અચ્છારીવાલા કોલેજ ઓફ કમ્પ્યુટર ઍન્ડ ઍપ્લાઇડ સાયન્સના શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન અભ્યાસ કરતા વિદ્યાર્થીઓઍ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની માર્ચ-ઍપ્રિલ ૨૦૨૬ની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી કોલેજનું નામ ગૌરવભેર ઉજ્જવળ બનાવ્યું છે. બી.સી.ઍ. સેમેસ્ટર-૬માં ત્ઁદ્દફૂશ્વઁસ્ન્ત્ર્જ્ઞ્ષ્ટસ્ન્ વિષયમાં વિદ્યાર્થી પાર્થ દિલીપભાઈ પટેલ, કલાલ નિકિતા ગોવિંદા, રાજપુરોહિત પૂજા તથા ઇપ્પીલી શ્યામસુંદરરાઍ પૂર્ણ ગુણ પ્રા કર્યા હતાં. તેમજ ર્પ્ીસ્ત્ર્ંશ્વ ભ્શ્વંસ્ત્ર્ફૂણૂદ્દ વિષયમાં વિદ્યાર્થી કલાલ નિકિતા ગોવિંદા તથા ચૈતાલી મહામુંકરઍ પણ પૂર્ણ ગુણ મેળવી શ્રેષ્ઠ સિદ્ધિ હાંસલ કરી હતી. આ વિદ્યાર્થીઓઍ તમામ કોલેજોમાંથી સર્વોચ્ચ ગુણ પ્રા કરી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલ મેળવી કોલેજ પરિવારનું નામ રોશન કર્યું છે.

આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ સંસ્થાના ચેરમેન મિલન દેસાઈ, કેમ્પસ ડાયરેક્ટર ડો. મિત્તલ શાહ, બી.સી.ઍ. વિભાગના ણ્બ્ઝ઼ નેહા પટેલ તથા કોલેજના સર્વ અધ્યાપકમંડળે વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી.