Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

દમણનાં કચીગામમાં કાનૂની જાગૃત્તા કાર્યક્રમ યોજાયો

દમણનાં કચીગામમાં કાનૂની જાગૃત્તા કાર્યક્રમ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

દમણ, તા.૦૧ ઃ સંઘપ્રદેશ કાનૂની સેવા સત્તામંડળ અને દમણ ઍડવોકેટ બાર ઍસોસિઍશન દ્વારા કચીગામ પંચાયતમાં કાનૂની જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કચીગામ સરપંચ ફાલ્ગુની પટેલે મહેમાનોનું સ્વાગત કર્યું અને કહ્નાં કે સમયાંતરે કાનૂની જાગૃતિ શિબિરોનું આયોજન કરવાથી સામાન્ય જનતાને ફાયદો થાય છે. કોર્ટ પાસે જરૂરિયાતમંદો માટે ઘણી યોજનાઓ પણ છે, જેના વિશે માહિતી આવા શિબિરો દ્વારા ઉપલબ્ધ છે. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સભ્ય હંસાબેન ધોડિયા પણ હાજર રહ્ના હતાં. કાર્યક્રમમાં ઍડવોકેટ મયંકભાઈ પટેલે સંબોધન કર્યું હતું. જેમાં લ્ઘ્ અને લ્વ્ માટે આરોગ્ય અધિકારો અને કલ્યાણ યોજનાઓ, સ્કીલ ઈન્ડિયા મિશન, ટેકનોલોજી અને ડિજિટલ કૌશલ્ય તાલીમ, ભ્પ્ વન ધન યોજના અને આપત્તિ પીડિતો માટે કાનૂની જાગૃતિ આપત્તિ વ્યવસ્થાપન અંગે કાનૂની જાગૃતિ અંગે સંબોધન કર્યું. ઍડવોકેટ અલ્પેશ આર. દમણિયાઍ ડ્રગ-મુક્ત (ભારત) યોજના માટે ડ્રગ જાગૃતિ અને સુખાકારી નેવિગેશન વિશે માહિતી રજૂ કરી હતી. ઍડવોકેટ માનસીબેન પરમારે ભારતના બંધારણના ભાગ ત્સ્-ખ્ હેઠળ મૂળભૂત ફરજો પર કાનૂની જાગૃતિ પ્રદાન કરી, અને ઍડવોકેટ નેહા પટેલે દહેજ, મહિલા અધિકારો અને ઘરેલુ હિંસા પર કાનૂની જાગૃતિ પ્રદાન કરી. આ જાગૃતિ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્ના હતાં.