Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

વલસાડની દુકાનમાં ચોરી

વલસાડની દુકાનમાં ચોરી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૦૧ ઃ વલસાડ શહેરના દશેરા ટેકરી પર આવેલી   બજરંગ ઓટો પાર્ટ્સ નામની દુકાનમાં ઍક ગ્રાહક બનીને આવેલા યુવાને દુકાન માલિકની નજર ચૂકવી ગલ્લામાંથી ૧૦ હજાર રૂપિયાની રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ચોરીની ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.

વલસાડ શહેરના દશેરા ટેકરી વિસ્તારમાં  બજરંગ ઓટો પાર્ટ્સ  નામની દુકાન મેનેજર પાંડેની આવેલી છે. બજરંગ ઓટો પાર્ટ્સ નામની દુકાનમાં ઍક અજાણ્યો યુવાન ગ્રાહક બનીને  આવ્યો હતો. દુકાન માલિક જ્યારે પાર્ટ્સ લેવા માટે અંદર ગયો હતો. તે દરમિયાન   આ યુવાને માલિકની નજર ચૂકવીને તેણે અત્યંત ચાલાકીપૂર્વક ગલ્લાના ટેબલ પાસે પહોંચી, ગલ્લો ખોલી તેમાંથી અંદર રાખેલા ૧૦,૦૦૦ રૂપિયા રોકડા સેરવી લીધા હતા. ચોરીની આ કરતૂત દુકાનમાં કાર્યરત સીસીટીવી  કેમેરામાં આબાદ ઝડપાઈ ગઈ છે. ફૂટેજમાં જોઈ શકાય છે કે કઈ રીતે યુવાન ગ્રાહકના સ્વાંગમાં આવ્યો હતો અને તક મળતા જ નાણાં ચોરીને ગણતરીની મિનિટોમાં ત્યાંથી પલાયન થઈ ગયો હતો. દુકાન માલિકને રોકડ રકમની ચોરી થયા ની  જણાતા તેમણે સીસીટીવી ચેક કર્યા હતા, જેમાં ચોરીનો ખુલાસો થયો હતો. આ અંગે તુરંત જ વલસાડ પોલીસ મથકે જાણ કરવામાં આવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ચોર  યુવાનની ઓળખ મેળવી તેને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.