Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

ધરમપુર તાલુકાના ઍક છાત્રાલયમાં વિદ્યાર્થીને ગળામાં દોરી વિંટાઈ જતાં હોસ્પિટલ ભેગો

ધરમપુર તાલુકાના ઍક છાત્રાલયમાં વિદ્યાર્થીને  ગળામાં દોરી વિંટાઈ જતાં હોસ્પિટલ ભેગો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ધરમપુર, તા. ૦૧ ઃ ધરમપુર તાલુકાના ઍક ગામમાં આવેલ છાત્રાલયમાં ધોરણ ૯ થી ૧૨ સુધીના વિદ્યાર્થીઓ રહી અભ્યાસ કરે છે. ધોરણ ૯ અને ૧૧ની પરીક્ષા પૂર્ણ થયા બાદ આગામી સત્ર માટે ધોરણ ૧૦ અને ૧૨ના અંદાજે ૪૫ જેટલા વિદ્યાર્થીઓ માટે છાત્રાલયમાં ઍક્સ્ટ્રા વર્ગો શરૂ કરાયા હતા. ઍક્સ્ટ્રા વર્ગો પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓ છાત્રાલયમાં પરત ફર્યા હતા, જ્યાં કેટલાક વિદ્યાર્થીઓ આરામ કરી રહ્ના હતા. આ દરમિયાન ધોરણ ૧૦માં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ — સુમિત (નામ બદલ્યું છે) અને દક્ષિત (નામ બદલ્યું છે) — મસ્તી કરી રહ્ના હતા. કપડાં સુકાવવા માટે રાખવામાં આવેલી નાયલોનની દોરીનો ઍક છેડો બેડ સાથે બાંધી અને બીજો છેડો મજાકમાં સુમિતના ગળામાં આવી જઈ અચાનક ધક્કો લાગતા સુમિતના ગળામાં દોરી કસી જતા ઘટનાની ગંભીરતા સમજતા ત્યાં હાજર અન્ય વિદ્યાર્થીઓઍ તાત્કાલિક સુમિતને ઉંચકી ગળામાંથી દોરી કાઢી નાખી હતી. તે બેભાન થઈ જતા  ઇમરજન્સી ૧૦૮ દ્વારા તેને ધરમપુરની રાજચંદ્ર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક સારવાર બાદ તેની સ્થિતિ નાજુક હોવાને કારણે તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો.આ બનાવ અંગે જાણવા જોગ નોંધ પોલીસ મથકે નોંધાયા બાદ પોલીસ દ્વારા છાત્રાલયના ઘ્ઘ્વ્સ્ ફૂટેજ ચકાસવામાં આવ્યા હતા, જેમાં સમગ્ર ઘટનાક્રમ સામે આવ્યો હતો. પોલીસે સંબંધિત કલમ હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં સુમિતની સ્થિતિમાં સુધારો હોવાનુ  જણાઈ આવ્યુ છે.