વાપી જનસેવામાં કેન્સરનું સફળ અોપરેશન
- byDamanganga Times
- 02 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૧ ઃ હોસ્પિટલમાં મોઢાના કેન્સરથી પીડિત દર્દી પર જટિલ અને અદ્યતન સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી છે. આ મુશ્કેલસર્જરીનું નેતૃત્વ હેડ ઍન્ડ નેક ઓન્કો સર્જન તથા ફેશિયલ પ્લાસ્ટિક સર્જન ડૉ.ધ્રુમિલ સરકારે કર્યું હતું. આ સર્જરી અતિ ઉચ્ચ સ્તરની નિષ્ણાતતા અને ચોકસાઈ સાથે કરવામાં આવી હતી. જેમાં કેન્સરગ્રસ્ત ગાઠને સંપૂર્ણ દૂર કરાય હતી.
ત્યારબાદ અદ્યતન પુનઃનિર્માણાત્મક પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવી હતી. જેથી દર્દી બોલવાની ક્ષમતા જાળવી શકે અને ધીમે ધીમે સામાન્ય સામાજિક જીવનમાં પરત ફરી શકે. આ સફળતા હોસ્પિટલની આધુનિક સુવિધાઓ અને તબીબી ટીમની અવિરત પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. આ સિદ્ધિ સાથે શ્રેયસ મેડિકેર જનસેવા હોસ્પિટલ હવે હેડ ઍન્ડ નેક કેન્સરની વિવિધ સર્જરી કરવા માટે સંપૂર્ણ સજ્જ બની છે. આ સર્જરીને લઈ હોસ્પિટલના સંચાલક મંડળ તેમજ મેનેજમેન્ટ દ્વારા હોસ્પિટલના સ્ટાફ અને તમામ ટીમને અભિનંદન પણ આપ્યા હતા સાથે કેન્સર અને અંકો પ્લાસ્ટિક સર્જરી માટે હવે મુંબઈ અથવા સુરત જેવા મહાનગરમાં જવાની જરૂર વાપી વાસીઓને રહેશે નહીં આ અંગેની તમામ સારવાર વાપીની જનસેવા હોસ્પિટલમાં જ મળી રહેશે.
