Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

અોઝર અકસ્માત કેસમાં ચાર બાદ બાઈક ચાલકને સજા

અોઝર અકસ્માત કેસમાં ચાર બાદ બાઈક ચાલકને સજા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૦૧ ઃ  ચાર વર્ષ અગાઉ  વલસાડ તાલુકાના ઓઝર ગામે ચાર વર્ષ પહેલાં સર્જાયેલા માર્ગ અકસ્માતના કેસમાં વલસાડની અદાલતે પૂરઝડપે અને ગફલતભરી રીતે વાહન હંકારી પિતા-પુત્રને અડફેટે લેનાર  બાઈક ચાલક ને અદાલતે તકસીરવાન ઠેરવી ૧ વર્ષની સખ્ત કેદ અને રૂ.૨૫૦૦ દંડ ની સજા ફટકારી છે.  વલસાડ તાલુકાના  ઓઝર ગામના ઝાડી ફળીયામાં રોડ ઉપર રહેતા   દશરથભાઈ જગનભાઈ ધો. પટેલ, તા. ૦૩ /૦૬/ ૨૦૨૨ ના રોજ રાત્રે ૮ઃ૩૦ કલાકે  પોતાની હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્રો. નંબર ઞ્થ્-૧૫-ખ્લ્-૨૬૭૪ લઈને પૂરઝડપે આવી રહ્ના હતા. તેમણે અંદરના રોડ તરફથી બેફીકરાઈથી બાઈક હંકારી લાવી સાહેદ અક્ષયભાઈ અમૃતભાઈ પટેલ અને તેમના ૭ વર્ષીય પુત્ર પ્રિન્સકુમારની યામાહા ય્-૧૫ મોટર સાયકલને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં અક્ષયભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે માસૂમ બાળકને શરીરે નાની-મોટી ઈજાઓ થઈ હતી. તપાસ દરમિયાન ઍ પણ બહાર આવ્યું હતું કે, આરોપી પાસે વાહન ચલાવવાનું લાયસન્સ કે વીમો પણ ન હોતો. જે અંગે  વલસાડ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ આ કેસ પાંચમા ઍડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ઍ.કે. સિંઘની કોર્ટમાં ચાલ્યો હતો. ફરિયાદ પક્ષે ઍપીપી અનુપ મિસ્ત્રી ઍ રજૂ કરેલા પુરાવા અને દલીલોને ગ્રાહ્ના રાખી અદાલતે આ ચુકાદો ૩૦ ઍપ્રિલ ૨૦૨૬ના રોજ ખુલ્લી અદાલતમાં જાહેર કર્યો હતો. આરોપીનેદશરથભાઈ જગનભાઈ ધો. પટેલ રહે. ઓઝર તાજી. વલસાડને તકસીરવાન ઠેરવી ૧ વર્ષની સખ્ત કેદ અને રૂ.૨૫૦૦ દંડ ની સજા ફટકારી છે.