વાપી બિલખીયા ફાર્મસી કોલેજમાં સેમીનાર યોજાશે
- byDamanganga Times
- 02 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૧ ઃ આજે વાપીની રજજુ શ્રોફ રોફેલ યુનિવસિર્ટી ની રોફેલ શ્રી જી.ઍમ. બિલાખિયા કોલેજ ઓફ ફાર્મસી વાપી નામધા ખાતે વિદ્યાર્થીઓ અને વાલીઓને વ્યાવસાયિક કોર્સોમાં પ્રવેશ અંગે યોગ્ય માર્ગદર્શન મળે તે હેતુસર ઍડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ (ખ્ઘ્ભ્ઘ્) દ્વારા પ્રવેશ માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનારમાં ઍન્જિનિયરિંગ, ફાર્મસી, આર્કિટેક્ચર જેવા કોર્સોમાં ખ્ઘ્ભ્ઘ્ દ્વારા થતી પ્રવેશ પ્રક્રિયા વિશે વિગતવાર માહિતી આપવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન પ્રક્રિયા, ચોઇસ ફિલિંગ, મેરિટ લિસ્ટ મૉક રાઉન્ડ, ફાઈનલ ઍલોટમેન્ટ તથા મહત્વપૂર્ણ તારીખો અંગે માર્ગદર્શન આપવામાં આવશે. આજના આ સેમીનારમાં ખ્ઘ્ભ્ઘ્ પ્રવેશ પ્રક્રિયાનું સંપૂર્ણ માર્ગદર્શન ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાની રીત મેરિટ અને કટઓફ અંગે સમજણ યોગ્ય કોર્સ અને કોલેજ પસંદગી માટે માર્ગદર્શન ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ પૂર્ણ કરેલા અથવા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓને આ સેમિનારમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવવા આમંત્રિત કરવામાં આવે છે. તમામ રસ ધરાવતા વિદ્યાર્થીઓ અને વાલીઓને આજે તારીખ ૨ ૫ ૨૦૨૬ ને શનિવારના રોજ સવારે ૧૧ઃ૦૦ કલાકે જીઍમ ફાર્મસી કોલેજ નામધા ખાતે હાજર રહી આ સેમિનાર નો લાભ લેવા જણાવાયું છે.
