Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

ચીખલીમાં અોનલાઈન ગેમીંગનું રૂ. ૪૨ લાખનું ટ્રાન્જેકશન કૌભાંડ ઝડપાયું

ચીખલીમાં અોનલાઈન ગેમીંગનું રૂ. ૪૨ લાખનું ટ્રાન્જેકશન કૌભાંડ ઝડપાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ચીખલી, તા. ૦૧ ઃ ચીખલી પોલીસે સાયબર ફ્રોડ દ્વારા રૂપિયા ૪૨ લાખ ખાતામાં જમા કરાવનાર બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બનાવની પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ચીખલી તાલુકાના ગોડથલ ડુંગરી ફળિયા ખાતે રહેતા ઉમેશ મગન ગાવિત અને અમિત શીવાભાઈ બેલદાર રહે. નીલકંઠ સોસાયટી રાણી ફળિયા વાંસદા નાઓ ઍ ઍકબીજાની મદદગારી થી ચીખલી ખાતે આવેલ ઇન્ડસન્ડ બેંકમાં બંને ઈસમોઍ નવું ખાતું ખોલાવી  બેંક ખાતાનો ઉપયોગ ગુગલ ક્રોમ ઉપર આવતી ઓનલાઈન ગેમિંગના રૂપિયા ટ્રાન્સફર કરી કરાવી ગેમિંગમાં આવતા રૂપિયા ટ્રાન્સફર કરવાના બંને સાઈડથી બેથી ત્રણ ટકા કમિશનનો લાભ મેળવી તેમ જ ગુગલ કોમ ઉપર આવતી ગેમના સાઈબર ફ્રોડના હોવાનું જાણવા છતાં બંને આરોપીઓઍ ઍકબીજાની મદદગારીથી તા. ૧૧-૧-૨૪ થી ૨૧-૦૭-૨૪ સુધીમાં કુલ્લે રૂ. ૪૨,૦૩,૩૦૩ જમા કરાવી સાઇબર ફ્રોડનો ગુનો કર્યો હોય બંને આરોપીઓ સામે ચીખલી પોલીસે ગુના દાખલ કરી વધુ તપાસ ચીખલી પોલીસ મથકના પીઆઇ પીબી પટેલિયા ઍ હાથ ધરી છે.