Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

તિથલના પાર્કિંગમાં રાત્રે નિદ્રાધીન શ્રમિક પરિવાર કચડાતા બચ્યો

તિથલના પાર્કિંગમાં રાત્રે નિદ્રાધીન શ્રમિક પરિવાર કચડાતા બચ્યો


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૦૧ ઃ  વલસાડના પ્રખ્યાત પ્રવાસન સ્થળ તિથલ બીચ પર ગઈકાલે રાત્રે ઍક હૃદયદ્રાવક ઘટના બનતા રહી ગઈ. ર્પાકિંગ વિસ્તારમાં સૂતેલા ઍક નિર્દોષ શ્રમિક પરિવાર પર ઍક કાર રિવર્સમાં ચડી ગઈ હોત  પરંતુ જાગૃત નાગરિકોની સમયસૂચકતાને કારણે ઍક મોટી જાનહાનિ ટળી છે.

વલસાડ ના  તિથલ બીચ પર વિકાસના કામો અંતર્ગત પેવર બ્લોક નાખવાની કામગીરી ચાલી રહી છે. અહીં કામ કરતા શ્રમિકો પાસે રહેવાની યોગ્ય સુવિધા ન હોવાથી, તેઓ મજબૂરીમાં બીચના ર્પાકિંગ ઍરિયા માં જ સૂઈ રહ્ના હતા. તે દરમિયાન ગઈકાલે   રાત્રિના સમયે ઍક કાર ચાલકે પોતાની ગાડી રિવર્સ લેતી વખતે ત્યાં સૂતેલા પરિવારને જોયો ન હતો.જો ત્યાં હાજર અન્ય નાગરિકોઍ બુમા બુમ કરી ને  કાર ચાલકને રોક્યો ન હોત, તો આજે આખો પરિવાર કાળમુખી ગાડી નીચે કચડાઈ ગયો હોત. આ ઘટનાઍ શ્રમિકોની સુરક્ષા અને તેમના હકો પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.

શ્રમિકો પાસે કામ કરાવતા કોન્ટ્રાક્ટરોની ઍ ફરજ નથી કે તેઓ તેમના માટે સુરક્ષિત રહેવાની કે સૂવાની વ્યવસ્થા કરે. પેવર બ્લોક અને અન્ય વિકાસલક્ષી કાર્યો વચ્ચે શ્રમિકોનો જીવ જોખમમાં મૂકાયો છે.બીચનું ર્પાકિંગ વાહનો માટે છે, સૂવા માટે નહીં. છતાં અન્ય કોઈ વિકલ્પ ન હોવાથી શ્રમિકો જીવના જોખમે ત્યાં સૂવા મજબૂર બન્યા છે.સ્થાનિક લોકો અને જાગૃત નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્ના છે. લોકોનું કહેવું છે કે જો કોન્ટ્રાક્ટર કામ આપે છે તો આશરો કેમ નથી આપતો. તંત્રઍ આ બાબતે કડક તપાસ કરવી જોઈઍ અને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તે માટે શ્રમિકોના રહેઠાણની યોગ્ય વ્યવસ્થા કરવી જોઈઍ.