દમણમાં શ્રમિકોના ભથ્થામાં વધારો
- byDamanganga Times
- 02 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૧ ઃ વાપી મા નેશનલ હાઇવે સર્વિસ રોડ ઉપર આડેધડ ખાનગી લક્ઝરી બસનું સ્ટોપેજ તેમજ અન્ય વાહનોનું ગેરકાયદે ર્પાકિંગને લઈ ટ્રાફિક ની સમસ્યા તેમજ અકસ્માતની શક્યતા તેમ છતાં ટ્રાફિક પોલીસની નિષ્ક્રિયતાને લઇ લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્ના છે સાથે અનેક નીદોષ લોકો જીવ ગુમાવી રહ્ના છે
પ્રા વિગત મુજબ વાપી જીઆઇડીસી ચાર રસ્તા થી બલિઠા સુધીના નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર આવેલ હાઇવે બ્રિજ અને તેની આજુબાજુના વિસ્તારના સર્વિસ રોડ ઉપર ગેરકાયદે વાહન ર્પાકિંગ તેમજ વહેલી સવારથી મોડી રાત્રી સુધી નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર મુંબઈ થી અમદાવાદ અને રાજસ્થાન મધ્યપ્રદેશ સુધી દોડતી ખાનગી લક્ઝરી બસનું સર્વિસ રોડ ઉપર આડેધડ સ્ટોપેજ તેમજ ર્પાકિંગને લઈ આ સર્વિસ રોડ ઉપર વારંવાર અકસ્માતની ઘટના તેમજ ટ્રાફિકજામ ની સમસ્યા ઊભી થઈ રહી છે. અહીં જિલ્લાનું ઍકમાત્ર ટ્રાફિક પોલીસ મથક હોવા છતાં ટ્રાફિક પોલીસની નિષ્ક્રિયતા કે, નિષ્ફળતાને લઈ કે, ઉપરોક્ત સમસ્યા થઈ રહી છે જે અંગે તાત્કાલિક નેશનલ હાઈવે ઓથોરિટી તેમજ જિલ્લા પોલીસ વડા અને જિલ્લા ટ્રાફિક પોલીસ વિભાગના અધિકારી દ્વારા સંકલન કરી સમસ્યાનો ઉકેલ કરવાની જરૂર છે.
