Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

દમણથી પોસપોર્ટ અને યુકે વિઝા પ્રકરણમાં વધુ બે આરોપી ઝડપાયા

દમણથી પોસપોર્ટ અને યુકે વિઝા પ્રકરણમાં વધુ બે આરોપી ઝડપાયા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) 

વાપી, તા. ૩૦ ઃ વલસાડ જિલ્લામાંથી સુરત પાસપોર્ટ ઓફિસમાં ખોટા જન્મ પ્રમાણપત્ર, આધારકાર્ડ અને પાનકાર્ડના આધારે ઇન્ડિયન  પાસપોર્ટ મેળવવાની પ્રક્રિયા શરૂ કરનાર બે આરોપીઓ પ્રજ્ઞેશ ઉર્ફે ટાલો રાયચંદ પટેલ અને ભાવિક રાયચંદ પટેલ બંને રહે. બાધલીવાડ, મગરવાડા, મોટી દમણને અગાઉ વલસાડ ઍસઓજી ઝડપી પાડ્યા હતાં. આ મામલે વલસાડ ટાઉન પોલીસ મથકે ગુનો નોંધાયો હતો અને જે અંગેની તપાસ વલસાડ ઍસઓજી પોલીસ કરી રહી હતી. જે પ્રકરણમાં ઝડપાયેલા પ્રગ્નેશ અને ભાવિક દ્વારા રિમાન્ડ દરમિયાન જણાવ્યું હતું કે આ ડુપ્લીકેટ પાસપોર્ટ બનાવવા માટેનો મુખ્ય સૂત્રધાર જીતેન્દ્ર ઉર્ફે જીતુ હરીશભાઇ નરતમભાઈ દમણિયા (ટૂર ઍન્ડ ટ્રાવેલ્સ વ્યવસાય સાથે સંકળાયેલ)ને રહે અલીફ ઍપાર્ટમેન્ટ રહેમતનગર  નાલાસોપારા મુંબઈ અને હાલમાં રહે દમણનાને તારીખ ૨૮-૪-૨૦૨૬ના રોજ  ધરપકડ કરી અને તેઓના ત્રણ દિવસના રિમાન્ડ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે આ ખોટા દસ્તાવેજ બનાવવાના મુખ્ય સૂત્રધાર દમણના જીજ્ઞેશ ઉર્ફે જેક નારાયણભાઈ વલ્લભભાઈ પટેલ રહે દુણેઠા નાની દમણ હોવાનું બહાર આવ્યું હતું. જેને લઇ ઍસઓજી પોલીસે દમણના ખારીવાડ વિસ્તારમાં આવેલ ‘જેક ઍન્ટરપ્રાઇઝ’ નામની સ્ટુડિયો પ્લાઝા કોમ્પ્લેક્સમાં આવેલ દુકાન નંબર આઠ ખાતેની જેક ઍન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં તપાસ હાથ ધરી હતી અને ત્યાંથી લેપટોપ, કલર પ્રિન્ટર અને અન્ય સામગ્રી સાથે જીગ્નેશ ઉફે જેક પટેલને રંગેહાથ ઝડપી પાડ્યો હતો અને ત્યારબાદ આ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ યુકે-૨૧ વિઝાનો લાભ મેળવવા માટે ઍક સુનિયોજિત ગેંગ તરીકે કામ કરતા હતાં અને આ યુકે ૨૧ બીજાનો લાભ મેળવવા માટે કાવતરામાં ઝડપાયેલા આરોપીઓઍ મુખ્ય ઍજન્ટ વોન્ટેડ આરોપી હેમંત જગનભાઈ રહે પટલારા મોટી દમણનાઓ સાથે મળીને કરાયું હોવાનું બહાર આવતા પોલીસે હેમંત છગનભાઈને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આ આરોપી અગાઉ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન સુરત ગ્રામ્ય માંગરોળ પોલીસ સ્ટેશન તેમજ વાપી રેલવે પોલીસ સ્ટેશન ઉપર ગેરકાયદે દારૂનો જથ્થો સગવ વગેરે કરવાના ગુનામાં વોન્ટેડ છે.