Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

વલસાડ પાલિકાની સામાન્ય સભામાં શાસક પક્ષના સભ્યો જ વિરોધ પક્ષની ભૂમિકામાં

વલસાડ પાલિકાની સામાન્ય સભામાં શાસક પક્ષના સભ્યો જ વિરોધ પક્ષની ભૂમિકામાં


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૩૦ ઃ વલસાડ નગરપાલિકા પ્રમુખના અધ્યક્ષપણા હેઠળ આજરોજ વલસાડ પાલીકા સભાખંડમાં સામાન્ય સભા મળી હતી. જેમાં ૨૫થી વધુ કામો ઍજન્ટા પર લેવામાં આવ્યા હતાં. જ્યારે વલસાડના તરિયાવાડમાંથી પસાર થતી ખુલ્લી ગટર ઉપર સ્લેબ નાખવા માટેની હિલચાલ સામે સભ્યઍ સભામાં વાંધો ઉઠાવ્યો અને કેટલાક સભ્યોઍ લેખિતમાં વાંધો આપ્યો છે. વલસાડ નગરપાલિકાની આજે મળેલી સામાન્ય સભામાં વિવિધ વિકાસલક્ષી કામોના ૨૫થી વધુ ઍજન્ડાઓ રજૂ કરવામાં આવ્યા હતા. જોકે, સભાની શરૂઆતથી જ તળિયાવાડ વિસ્તારમાંથી પસાર થતી ખુલ્લી ગટર ઉપર સ્લેબ ભરવાના મુદ્દે વિપક્ષ અને કેટલાક સભ્યોઍ ભારે વિરોધ નોંધાવતા વાતાવરણ ગરમાયું હતું. સભામાં મુખ્ય ચર્ચાનો વિષય તળિયાવાડની ખુલ્લી ગટર રહી હતી. આક્ષેપ કરવામાં આવ્યો છે કે, કોઈ ચોક્કસ બિલ્ડરને આર્થિક ફાયદો કરાવી આપવાના બદઇરાદા સાથે નગરપાલિકા દ્વારા આ ખુલ્લી ગટર પર સ્લેબ ભરવાની હિલચાલ તેજ કરવામાં આવી છે. કેટલાક સભ્યોઍ આક્ષેપ કર્યો હતો કે પાલિકાના ખર્ચે બિલ્ડરના પ્રોજેક્ટને અનુકૂળતા કરી આપવા માટે આ આયોજન કરવામાં આવ્યું છે, જે જનતાના ટેક્સના પૈસાનો દુરુપયોગ છે.

ગટરના કામો અને તેના પર સ્લેબ ભરવાના મુદ્દે સભ્યોમાં બે ફાંટા જોવા મળ્યા હતાં. વિરોધ કરનારા સભ્યોના જણાવ્યા  ગટર પર સ્લેબ ભરવાથી ભવિષ્યમાં સફાઈની કામગીરીમાં અવરોધ ઊભો થશે. માત્ર ઍક બિલ્ડરના સ્વાર્થ માટે સમગ્ર ગટરના માળખા સાથે છેડછાડ કરવી અયોગ્ય છે.

પાલિકા દ્વારા જે રીતે ગટર બનાવવાનું આયોજન કરાયું છે, તેમાં ટેકનીકલ ખામીઓ હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

નોંધનીય છે કે આજની સભામાં કુલ ૨૫ થી વધુ કામોના ઍજન્ડા લેવામાં આવ્યા હતા, જેમાં શહેરના રોડ-રસ્તા, પાણીની લાઈન અને સ્ટ્રીટ લાઈટ જેવા કામોનો સમાવેશ થાય છે. જોકે, શહેરી વિસ્તારમાં કચરો, ઉભરાતી ડ્રેનેજ ગટરનો મુદ્દો ઉઠાવી શાસક પક્ષ વિરોધ પક્ષની ભૂમિકામાં હોય તેવું સભામાં જોવા મળ્યું હતું. નગરપાલિકાઍ પ્રજાના હિતમાં કામ કરવું જોઈઍ, નહીં કે કોઈ ખાનગી બિલ્ડરના ઍજન્ટ બનીને  આ કામગીરીનો સખત વિરોધ કરીઍ છીઍ અને આ અંગે યોગ્ય તપાસની માંગ કરીઍ છીઍ. હવે જોવાનું ઍ રહેશે કે સભ્યોના આટલા મોટા વિરોધ બાદ નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર આ વિવાદાસ્પદ સ્લેબ ભરવાના કામને મંજૂરી આપે છે કે પછી તેને પડતું મૂકવામાં આવે છે.