ચલામાં પીવાના પાણી માટે સોસાયટીના રહીશો લાખો ખર્ચી ટેન્કર મંગાવવા મજબુર
- byDamanganga Times
- 01 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૩૦ ઃ વાપીમાં છેલ્લા બે દશકથી ભૂગર્ભજળ ઊંડા ઊતરી જવાને કારણે દર ઉનાળામાં અસંખ્ય સોસાયટીના રહીશો વર્ષે લાખો રૂપિયા પાણી પાછળ ખર્ચવા મજબુર બન્યા છે. આ મજબૂરીનો લાભ પાણી સપ્લાય કરનારા પૂરેપૂરો ઉઠાવી રહ્ના છે.
વાપી નગરપાલિકા વિસ્તારમાં ચલા ડુંગરાને વર્ષ ૨૦૦૫- ૬માં સમાવિષ્ટ કર્યા બાદ આ બંને વિસ્તારમાં બિલાડીના ટોપની જેમ વિકસેલી હાઈરાઇઝ રહેણાંક સોસાયટીઓમાં હજારો પરિવારો રહે છે. આ પરિવારને રોજ વપરાશ માટે સોસાયટીના બિલ્ડીંગ દીઠ ઍકથી વધુ બોર હોય છે. વાપી ચલા વિસ્ટતારમાં કેટલીક સોસાયટીઓ ઍવી છે કે જેમાં ૧૦-૧૦ માળની ૧૫ થી વધુ બિલ્ડિંગ છે આવી બિલ્ડીંગમાં સંખ્યાબંધ ફ્લેટમાં રહેતાં પરિવાર માટે રોજ વપરાશનું પાણી સૌથી વધુ જોઈ છે.પીવાનું પાણી તો ઘણી બિલ્ડીંગમાં ય્બ્ સિસ્ટમ દરેક ફલેટમાં લાગેલી હોય ઍટલે ઍમાંથી સગવડ થઈ જાય અને બીજી રીતે પીવાનું પાણી મહાનગર પાલિકા સપ્લાય કરે છે. તે સોસાયટીઓ સ્ટોરેજ ટાંકીમાં ભરી આપતી હોય છે. જોકે ચલા વિસ્તારમાં પીવાના પાણીની સપ્લાય બાબતે મહાનગર પાલિકા પુરતી સુવિધા આપવામાં નિષ્ફળ ગઈ છે. જ્યારે દર વર્ષે ઉનાળો શરૂ થવા પહેલાં જ ફેબ્રુઆરીથી મોટાભાગની આવી સોસાયટીઓમાં બોર સુકાઈ જતા હોવાથી રોજ વપરાશના પાણી માટે ચલાની અસંખ્ય સોસાયટીઓ છેલ્લા ઘણાં વર્ષોથી ભારે તકલીફ ભોગવી રહી છે. ખાસ કરીને વર્ષ ૨૦૦૨ના ભૂકંપ બાદ ભૂગર્ભ જળ ઊંડા ઊતરી ગયા હતા તે પછી હાલત ગંભીર બની ગઈ છે. વાપી ચલાની અસંખ્ય સોસાયટીઓ ફેબ્રુઆરી મહિનાથી જૂન સુધી રોજ ૧૨ હજાર થી લઈ ૨૪ હજાર લિટરના ટેન્કર મંગાવતા આવ્યાં છે. હાલમાં પણ આજ હાલત છે. મોટી સોસાયટીઓમાં રોજ આવા ૫ થી ૭ ટેન્કર માંગવા પડે છે. જેની પાછળ મહિને લાખો રૂપિયા ખર્ચ થઈ રહ્ના છે.
વાપી શહેરમાં જે રીતે સિમેન્ટ કોંક્રિટના જંગલ જેવાં રહેણાંક સોસાયટીઓ વિકસી રહી છે તે તેની સામે આવી સોસાયટીઓ માટે ભૂગર્ભ જળ હવે પર્યા નથી. કારણ કે સોસાયટીઓમાં અને બહાર પણ સિમેન્ટ કોંક્રિટ કે બ્લોકના રોડ હોવાથી ચોમાસામાં જમીનમાં પાણી પચતું નથી ને સીધું ગટર વાટે દરિયામાં વહી જાય છે. આવા સંજોગોમાં સરકારની ગાઇડ લાઇન મુજબ દરેક સોસાયટીઓ, મકાનોમાં વરસાદી પાણીને જમીનમાં ઉતરવા વોટર હાર્વેસ્ટિન સિસ્ટમનો અમલ ફરજિયાત બની ગયો છે.
