Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

દમણ-દિવમાં કેસીનો નહીં આવે : મુંબઇ હાઈકોર્ટ

દમણ-દિવમાં કેસીનો નહીં આવે : મુંબઇ હાઈકોર્ટ


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૩૦ ઃ મુંબઈ હાઇકોર્ટે  દમણ અને દીવમાં કેસિનો સ્થાપવા માટેની ઍક હોટેલિયર કંપનીની અરજી ફગાવી દીધી હતી અને કહ્નાં હતું કે ફાઇવ સ્ટાર હોટલોમાં સ્લોટ મશીન ન રાખવાની યુટીની નીતિ જાહેર હિતમાં છે અને જો ઍક પણ કેસિનો કાર્યરત અહીં થાય તો સ્થાનિક સંસ્કૃતિ ને નુકસાન થશે. ગોવામાં કેસિનો ચલાવતી ડેલ્ટા કોર્પ લિમિટેડ, નામની કંપનીઍ સંઘ પ્રદેશ નાની દમણના  વરકુંડ ખાતે ‘ધ ડેલ-ટીન’ નામની ફાઇવ સ્ટાર હોટલ આવેલ છે  અને તેનું સંચાલન આ કંપની કરે છે. અહીં આ હોટલમાં  કંપનીઍ કેસીનો સ્થાપવા માટે ની મંજૂરી મેળવવા માટે મુંબઈની હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી અને જણાવ્યું હતું કે ઓક્ટોબર ૨૦૦૭ માં યુટીના ઍક પત્રનો ઉલ્લેખ કર્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે  તેમની કંપનીને અહીં કેસિનોની પ્રવૃત્તિ શરૂ કરવા માટે મંજૂરી આપવાનું વચન આપ્યું હતું અને સ્લોટ મશીનો માટે લાઇસન્સ આપવામાં આવશે. તેણે ૨૦૦૮ માં નિર્ધારિત સેન્ટ્રેના પત્રો અને પ્રક્રિયાનો પણ ઉલ્લેખ કર્યો હતો જે દર્શાવે છે કે સંઘ પ્રદેશ ના  ઍડમિનિસ્ટ્રેટરને આવી  પરવાનગી આપવાની સત્તા છે. આ અંગે મુંબઈ હાઇકોર્ટના ન્યાયાધીશ સારંગ કોટવાલ અને સંદેશ પાટીલે જણાવ્યું હતું કે પરવાનગી માટેનું કોઈપણ વચન, જેનો કંપનીઍ દાવો કર્યો હતો કે તે ૨૦૦૭ માં યુટી દ્વારા સૂચવવામાં (અનુ. પા.નં. ૭ પર)