Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

દહેરીમાં ભાજપ દ્વારા રેલી યોજાઈ

દહેરીમાં ભાજપ દ્વારા રેલી યોજાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ઉમરગામ, તા. ૩૦ ઃ ઉમરગામ તાલુકામાં આઠ જિલ્લા પંચાયત બેઠકોની ચૂંટણી યોજાઈ હતી જેમાં સાત બેઠકો પર ભાજપે વિજય મેળવ્યો હતો. પરિણામો જાહેર થયા બાદ ભાજપ આગેવાનો અને ઉમેદવારો દ્વારા વિજયના શિલ્પી ઍવા મતદારોનો આભાર પ્રગટ કરવા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. દહેરી ગ્રામ પંચાયત વિસ્તારમાં જિલ્લા પંચાયત ઉમેદવાર અને તાલુકા પંચાયત ઉમેદવારો ઍ ભાજપ આગેવાનો સાથે વિવિધ વિસ્તારોમાં ભ્રમણ કરી મતદારોનો આભાર માન્યો હતો. દહેરી ગ્રામ પંચાયતના ઉપસરપંચ ઉમેશભાઈ સોલંકી દ્વારા ધારાસભ્ય રમણભાઈ પાટકરનું સ્વાગત કરાયું હતું. ધારાસભ્ય રમણભાઈ પાટકર ઍ તાજેતરમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિજય થયેલા ભાજપના તમામ ઉમેદવારોને શુભકામના પાઠવી હતી અને તાલુકાના તમામ મતદારોનો આભાર માન્યો હતો. વધુમાં તેઓઍ ઉમેદવારોને જણાવ્યું હતું કે પ્રજાઍ જે વિશ્વાસ મૂકી મત આપ્યા છે ચૂંટણી દરમિયાન પ્રજાને જે વાયદાઓ કર્યા છે તે પૂર્ણ કરવા અને મતવિસ્તારમાં જે સમસ્યાઓ છે તેના નિરાકરણ માટે સતત લોકોની વચ્ચે રહી સાચા જન પ્રતિનિધિ તરીકે ફરજ બજાવવા ટકોર કરી હતી. ઉપસરપંચ ઉમેશભાઈ સોલંકી ઍ સોળસુંબા જિલ્લા પંચાયત બેઠક અંતર્ગત આવતી ત્રણ તાલુકા પંચાયત બેઠકોના મતદારો નો આભાર પ્રગટ કર્યો હતો 

અને સોળસુંબા જિલ્લા પંચાયત હદ વિસ્તારમાં વિકાસ કામો તેમજ પ્રજાની સુખાકરી માટે હર હંમેશ તમામ વિજય ઉમેદવારો પ્રજાની પડખે રહેશે ઍવી ખાતરી આપી હતી. ધારાસભ્ય રમણભાઈ પાટકરે રેલીને રવાના કરી હતી. ડેરી ગ્રામ પંચાયતના વિવિધ વિસ્તારોમાં ભ્રમણ કરી મતદારોનો આભાર વિજેતા ઉમેદવારોઍ માન્યો હતો.