સરીગામમાં ૩ અને સંજાણમાં ૧ ઉમેદવારનો વિજય
- byDamanganga Times
- 01 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૩૦ ઉમરગામ તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ ઍકંદરે સમગ્ર તાલુકામાં ભાજપનો ભોગવો લહેરાતો જોવા મળ્યો હતો. ઍકમાત્ર સરીગામ બેઠક પર ભાજપનો દેખાવ ઍકંદરે નિરાશા જનક રહ્ના હતો. જિલ્લા પંચાયત સરીગામ બેઠક અને સરી ગામની ત્રણ તાલુકા પંચાયત બેઠક પર અપક્ષ ઉમેદવારોઍ વિજય મેળવ્યો હતો જે દર્શાવે છે કે સરી ગામમાં રાકેશ રાય અને તેમની ટીમ અજય યોદ્ધાની જેમ ચૂંટણી મેદાનમાં લડીને વિજય પ્રા કર્યો જ્યારે સામે પક્ષે તાલુકા ભાજપ પ્રમુખ ના ગઢ માં રાકેશ રાય ઍ વિજય ધ્વજ લહેરાવી પેટા ચૂંટણી બાદ બીજીવાર ભાજપને પછડાટ આપી સરીગામના લોકો રાકેશ રાય ની સાથે અડીખમ ઊભા છે ઍવો સંદેશો આપ્યો હતો. જ્યારે સંજાણ બેઠક પર વર્ષોથી કોંગ્રેસના ઉમેદવારો વિજય થતા હતા પરંતુ તાજેતરમાં યોજાયેલ ચૂંટણીમાં રાકેશ રાયના અપક્ષ પેનલના ઉમેદવારનો વિજય થયો હતો. ઉમરગામ તાલુકામાં અન્ય સાત જિલ્લા પંચાયત બેઠકો પર ભાજપે ભગવો લહેરાવી તાલુકા પંચાયતમાં પુનરાવર્તન કર્યું છે પરંતુ સરીગામ બેઠકનું પરિણામ તાલુકાના ભાજપ આગેવાનો માટે મનોમંથન વિષય બન્યો છે. જો કે સરીગામ જિલ્લા પંચાયત અંતર્ગત આવતી ભીલાડ તાલુકા પંચાયતની બેઠક પર ભાજપના ઉમેદવાર વિજય થયો છે જે ભાજપ માટે આશ્વાસનરૂપ બાબત કહી શકાય. તાલુકામાં વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ સદંતર નિષ્ફળ રહ્નાં છે પરંતુ હવે અપક્ષ માં રાકેશ રાય સહિત ચાર ઉમેદવારો ચૂંટાઈ આવ્યા છે તેઓ તાલુકા પંચાયતમાં સત્તા પક્ષ સામે પ્રજાનો અવાજ સબળ વિરોધ પક્ષની ભૂમિકા ભજવશે ઍ નિડ્ઢિત છે. સરીગામ વિસ્તારમાં અપક્ષની જીત પાછળનો મુખ્ય કારણ જો જોઈઍ તો રાકેશ રાય ઍક ઍવું વ્યક્તિત્વ કે જે સરીગામ વિસ્તારમાં લોકોની વચ્ચે રહી સુખ દુઃખમાં લોકોની સાથે રહી મતદારો સાથે આત્મીયતા કેળવી અને તેથી જ લોકો પણ અપક્ષ સાથે સરીગામ બેઠક ઉપર રહ્ના. તાલુકામાં ૨૫ જેટલી બેઠકો પર ઉમેદવારો ઉતારી રાકેશ રાય ઍ શક્તિ નો પરિચય કરાવ્યો છે અને ભવિષ્ય તરફ નજર કરીઍ તો આવનારી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ નહીં પરંતુ રાકેશ રાય ઍક ઍવું પરિબળ છે કે જે સત્તા પક્ષ ભાજપ માટે પડકાર ઊભો કરી શકે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ૨૫ તાલુકા પંચાયત બેઠકો પર ઉમેદવાર ઉતારી લોકોની વચ્ચે પોતાની ઓળખ બનાવી છે. અને સ્પષ્ટ રીતે કહીઍ તો હવે સરી ગામની બહાર તાલુકામાં પણ રાકેશ રાય રાજકીય ક્ષેત્રે પોતાનું કદ વધારવા અને તાલુકામાં કિંગ મેકર બનવાની દિશામાં આગળ વધી રહ્ના છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સરીગામ અને સંજાણને બાદ કરતા અન્ય બેઠકો પર અપક્ષ ઉમેદવારોની હાર થઈ છે પરંતુ લોકોની વચ્ચે ઓળખ ઉભી કરવામાં રાકેશ રાય સફળ રહ્ના છે અને તેથી જ સત્તા પક્ષ ભાજપ માટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો મનોમંથન વિષય બની રહેશે.
