Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

નારગોલમાં ભંડારી સમાજ દ્વારા વિજેતા ઉમેદવારોનો સત્કાર કરાયો

નારગોલમાં ભંડારી સમાજ દ્વારા વિજેતા ઉમેદવારોનો સત્કાર કરાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ઉમરગામ, તા. ૩૦  તાજેતરમાં યોજાયેલ પંચાયત ચૂંટણીમાં જીલ્લા પંચાયત ખતલવાડા બેઠક પરથી ભાવિનીબેન માછી અને તાલુકા પંચાયત નારગોલ-૧૮ બેઠક પરથી ઉપેન્દ્રભાઈ નરોત્તમ માછી જંગી મતોથી ઐતિહાસિક વિજય મેળવતા ભંડારી સમાજ નારગોલ દ્વારા આજે બુધવારે સાંજે વિજય સત્કાર સમારંભ કાર્યક્રમ ભંડારી સમાજ નારગોલના પ્રમુખ યતીન બી. ભંડારીના પ્રમુખપણા હેઠળ કરવામાં આવ્યો હતો. નારગોલના જગદંબાધામ ખાતે સાંજે ૬ કલાકે યોજાયેલ આ સત્કાર સમારંભમાં વિજેતા ઉમેદવારોનું ફૂલહાર, શાલ અને સ્મૃતિચિહ્નથી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં નારગોલ ગામના સરપંચ સ્વીટી યતીન ભંડારી, ભારતીય કિસાન સંઘ વલસાડ જિલ્લા મહામંત્રી જયપ્રકાશ ભંડારી, જીલ્લા મહિલા મોરચા મહામંત્રી મનિષાબેન પ્રીતમનાણી, ભારતીય કિસાન સંઘ ઉમરગામ તાલુકા મહામંત્રી ધનસુખભાઈ રાઠોડ વિશેષ ઉપસ્થિત રહ્ના હતા. આ ઉપરાંત ભંડારી સમાજ નારગોલ સહિત હળપતિ સમાજ, માંહ્નાવંશી સમાજ તેમજ અન્ય સમાજના આગેવાનો, વડીલો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્ના હતા. આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોઍ વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવી, ગામના વિકાસ માટે નિષ્ઠાપૂર્વક કામ કરવાની શુભેચ્છાઓ આપી હતી. વિજેતા ઉમેદવાર ભાવિનીબેન માછી અને ઉપેન્દ્રભાઈ માછીઍ મતદારોનો આભાર માની જનતાના વિશ્વાસ પર ખરા ઉતરવાની ખાતરી આપી હતી.