ઉમરગામ પાલિકા વિસ્તારમાં શહેર ભાજપ દ્વારા વિજય રેલી નિકળી
- byDamanganga Times
- 01 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૩૦ ઃ ઉમરગામ નગરપાલિકાની ચૂંટણીમાં પરિણામો જાહેર થયા બાદ ભાજપે ૧૯ બેઠકો મેળવી પુનરાવર્તન કર્યું છે. ઉમરગામ શહેર ભાજપ પ્રમુખ મયંકભાઇ પ્રેસવાલા, પૂર્વ પ્રમુખ સંજયભાઈ જોશી, મહામંત્રી વિશ્વકર્મા ટંડેલ, મનોજભાઈ ઝા તથા વિજય ઉમેદવારો સાથે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય રમણભાઈ પાટકર ભાજપ કાર્યકરો ન ઉત્સાહ વધારવા ઉમરગામ ખાતે આવી પહોંચ્યા હતા. ભગવાન શ્રી કાળભૈરવદેવના દર્શન કર્યા બાદ તેઓઍ કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું.
ઉમરગામ નગરપાલિકામાં ૧૯ બેઠકો ભાજપના ફાળે આવી છે તે માટે સૌ શહેરીજનો ઍ ભાજપમાં મુકેલા વિશ્વાસ મુખ્ય કારણ હોવાનું જણાવ્યું હતું, વધુ માં તેઓઍ જણાવ્યું હતું કે ભાજપ રાષ્ટ્રપ્રથમની ભાવના સાથે વિકાસ અને કેન્દ્રસ્થાને રાખી કામ કરે છે, ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં પણ છેલ્લા પાંચ વર્ષ દરમિયાન અનેક મહત્વના વિકાસ કામો થયા છે.
ઉમરગામની જનતાઍ હર હંમેશ ભાજપની પડખે રહી ભાજપના ઉમેદવારોની વિજય બનાવી રાજ્ય અને દેશના વિકાસમાં સક્રિય ભૂમિકા ભજવી છે.
તેઓઍ તમામ નગરજનોનો આભાર માની ચૂંટાયેલા તમામ ઉમેદવારોને પાંચ વર્ષ નિષ્ઠાપૂર્વક કામગીરી કરવા જણાવ્યું હતું.
