ઉમરગામની ૩૦ માંથી ૨૫ તા.પં. બેઠકો પર કમળ ખીલ્યું
- byDamanganga Times
- 01 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૩૦ ઃ ઉમરગામ તાલુકાની ૩૦ તાલુકા પંચાયત બેઠકોના પરિણામો જાહેર થયા હતા જેમાં ભાજપે ૨૫ બેઠકો કબજે કરી તાલુકા પંચાયતમાં પુનરાવર્તન કર્યું છે.
ઉમરગામ તાલુકામાં ભાજપ સામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અપક્ષે મોરચો માંડ્યો હતો. ૨૦ થી વધુ બેઠકો પર અપક્ષ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. સરીગામ અને સોળસુંબા બેઠક ઉપર સૌની નજર હતી. સરીગામમાં તાલુકાની ૩ બેઠકો પર અપક્ષ ઉમેદવાર ની જીત થઈ હતી. સંજાણ ૧ બેઠક પણ અપક્ષના ફાળે ગઈ હતી. અંકલાસમાં કોંગ્રેસ ઉમેદવારનો વિજય થયો હતો. તાલુકા પંચાયત બેઠક મુજબની સ્થિતિ તરફ નજર કરીઍ તો ભીલાડ બેઠક ઉપર નીતાબેન પાટકર ભાજપ ઉમેદવારનો વિજય થયો હતો, ફણસા ૧ બેઠક ઉપર અંકિતાબેન અંકુરભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો વિજય થયો હતો, ફણસા,૨ બેઠક ઉપર મનીષકુમાર મંગુભાઈ પટેલ ભાજપ ઉમેદવારનો વિજય થયો હતો, કચ્છી ગામ બેઠક ઉપર પ્રેમીલાબેન સંદીપભાઈ ધોડી ભાજપ ઉમેદવારનો વિજય થયો હતો, કાલઇ બેઠક ઉપર પ્રતીક્ષાબેન વિવેકભાઈ મીતના ભાજપ ઉમેદવારનો વિજય થયો હતો, કલગામ બેઠક ઉપર રાજેશભાઈ ચૈતાભાઈ વારલી ભાજપ ઉમેદવાર (ભાજપ), માંડા બેઠક ઉપર શીતલબેન સ્નેહલ કુમાર ઠાકરીયા (ભાજપ) નો વિજય થયો હતો, મરોલી ૧ બેઠક ઉપર વનિતા હસમુખ ગોલકર (ભાજપ) નો વિજય થયો હતો, મરોલી,૨ બેઠક ઉપર પરસોત્તમભાઈ સંપત ભાઈ ખરપડિયા (ભાજપ) ઉમેદવારનો વિજય થયો હતો, મોહન ગામ બેઠક પર જીગીશાબેન હિતેશભાઈ વારલી (ભાજપ) ઉમેદવારનો વિજય થયો હતો, સરીગામ, ૧ બેઠક ઉપર અરવિંદભાઈ મોહનભાઈ બોબા (અપક્ષ) ઉમેદવારનો વિજય થયો હતો, સરીગામ, ૨ બેઠક ઉપર રાકેશ કમલાશંકર રાય (અપક્ષ) ઉમેદવારનો વિજય થયો હતો, સરીગામ,૩ બેઠક ઉપર મનોજભાઈ શંકરભાઈ કડુ (અપક્ષ) ઉમેદવારે વિજય નોંધાવ્યો હતો, અંકલાસ તાલુકા પંચાયત બેઠક પર રમીલાબેન નાનુભાઈ ધોડી (કોંગ્રેસ) ઉમેદવારે વિજય નોંધાવ્યો હતો,
દહાડ બેઠક ઉપર વનેશભાઈ વિષ્ણુભાઈ ધોડી (ભાજપ) નો વિજય થયો હતો, ડહેલી બેઠક ઉપર સંતોષભાઈ સોમજી ભાઈ વળવી (ભાજપ) વિજેતા થયા હતા, દહેરી તાલુકા પંચાયત બેઠક પર કાજલબેન સમીરભાઈ હળપતિ (ભાજપ)નો વિજય થયો હતો, ખતલવાડા,૧ બેઠક ઉપર જીગ્નેશભાઈ રમણભાઈ માછી (ભાજપ), ખતલવાડા,૨ બેઠક પર ભાવિનાબેન સતિષભાઈ કામળી( ભાજપ), ખતલવાડા,૩ બેઠક ઉપર કલ્પનાબેન અશોકભાઈ હાંડલ (ભાજપ) વિજેતા ઉમેદવાર તરીકે જાહેર કરાયા હતા, નારગોલ બેઠક ઉપર ઉપેન્દ્રભાઈ નરોત્તમભાઈ માછી (ભાજપ) ને વિજેતા જાહેર કરાયા હતા. સરોડા તાલુકા પંચાયત બેઠક પર કુંદા બેન અર્જુનભાઈ ડાવરીયા (ભાજપ) વિજેતા જાહેર કરાયા હતા.
જ્યારે વલવાડા બેઠક પર બીનાબેન દલપતભાઈ પટેલ (ભાજપ) વિજેતા જાહેર થયા. સંજાન જિલ્લા પંચાયત અંતર્ગત આવતી પળગામ તાલુકા પંચાયત બેઠક પર પુષ્પકભાઈ ગિરધરભાઈ માછી (ભાજપ), સંજાણ,૧ બેઠક પર અપક્ષ ઉમેદવાર ગુલજાહ મોઇનુદ્દીન ઇન્દ્રગડિયાને વિજેતા જાહેર કરાયા હતા. જ્યારે સંજાણ,૨ બેઠક પર બ્રિજલ અમિતભાઈ પટેલ (ભાજપ), સોળસુંબા ૧ બેઠક પર તેજા રામ ચૌધરી (ભાજપ), સોળસુંબા ૨ બેઠક પર હાર્દિકભાઈ શાહ ને વિજેતા જાહેર કરાયા હતા.
