Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

કરવડમાં ટેમ્પોમાંથી દવા ચોરનારના આગોતરા જામીન રદ્દ

કરવડમાં ટેમ્પોમાંથી દવા ચોરનારના આગોતરા જામીન રદ્દ


વાપી, તા. ૨૯ ઃ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના તલવાડા ગામે આવેલ નેશનલ હાઇવે નંબર ૪૮ના નવથા હેલ્થ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીના વેરહાઉસમાંથી મેડિસનના ૯૮ બોક્સ ટેમ્પોમાં ભરીને માલ રવાના થયા બાદ વાપીના કરવડ ખાતે આવેલ ભારત પેટ્રોલિયમ કંપનીના પેટ્રોલ પંપ સામેના રોડ ઉપરથી તા. ૩૦-૧-૨૦૨૬ના રોજ ટેમ્પોમાંથી ૯૮ બોક્સ મેડિસનના જેની કિંમત ૬ લાખની ચોરી થયાની ઘટના બની હતી. જે અંગેની ચોરીની ઘટનામાં આરોપ થયો હતો તે આરોપી બસપ્પા સગપ્પા સજજનનાઍ પોલીસ ધરપકડથી બચવા માટે આગોતરા જામીન અરજી વાપી કોર્ટમાં કરવામાં આવી હતી. જે અંગે સરકારી વકીલ અનિલ ત્રિપાઠી દ્વારા રજૂઆત અને પુરાવાઓ રજૂ કરવામાં આવતા નામદાર કોર્ટના જજ ડો. ઍચ.ઍન. વકીલ દ્વારા આગોતરા જામીન અરજી નામંજૂર કરવાનો હુકમ કરાયો છે.