પારડી હાઈવે પર સ્વીફટ અને અલ્ટો કાર ભટકાઈ
- byDamanganga Times
- 30 April, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૨૯ ઃ પારડીમાં નેશનલ હાઈવે નંબર ૪૮ પર વલસાડથી વાપી તરફ જતાં ટ્રેકમાં પારડી વિશ્રામ હોટલ સામે અકસ્માત સર્જાયો હતો. સ્વીફટ અને અલ્ટો કાર વચ્ચે થયેલી ટક્કર બાદ અલ્ટો કાર રસ્તા પર ૩થી ૪ વખત પલટી મારી ગઈ હતી. સદનસીબે, આ ગંભીર દુર્ઘટનામાં કાર ચાલકનો આબાદ બચાવ થયોહતો અહીં સ્વીફટ કાર નં.ઞ્થ્-૧૫-ઘ્પ્-૪૭૧૫ અને અલ્ટો કાર નં. ઞ્થ્-૧૫-ખ્ઝ઼-૬૯૦૦ વલસાડથી પારડી તરફ આવી રહી હતી. ત્યારે સ્વીફટ કાર ત્રીજા ટ્રેક પરથી અચાનક બીજા ટ્રેક પર આવતા ત્યાં દોડતા અન્ય ઍક વાહન સાથે અથડાઈ હતી. ટક્કરને કારણે સ્વીફટ કાર ગોળ ફરી ગઈ હતી અને પ્રથમ ટ્રેક પર ચાલતી અલ્ટો કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી.
સ્વીફટની ટક્કર વાગતા જ અલ્ટો કાર બેકાબૂ બની હતી અને હાઈવે પર જ ૩થી ૪ પલટીઓ મારી ગઈ હતી. કારની હાલત જોતા અકસ્માત ગંભીર જણાતો હતો. પરંતુ અલ્ટો ચાલકને માત્ર નાની-મોટી ઇજાઓ પહોંચી હતી અને તેમનો ચમત્કારિક બચાવ થયો હતો.
