Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

અમલસાડ ચીકુને મળ્યો વૈશ્વિક ઓળખ આપતો ઞ્ત્ ટેગ

અમલસાડ ચીકુને મળ્યો વૈશ્વિક ઓળખ આપતો ઞ્ત્ ટેગ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

બીલીમોરા, તા.૨૯ ઃ દક્ષિણ ગુજરાતની કૃષિ શક્તિમાં ઍક નવું સુવર્ણ પ્રકરણ ઉમેરાયું છે, જેમાં નવસારી જિલ્લાની આગવી ઓળખ સમાન અમલસાડ ચિકુને ભૌગોલિક માનાંકન (ઞ્ફૂંર્શ્વિંષ્ટત્ર્ર્જ્ઞ્ણૂશ્ર ત્ઁફુર્જ્ઞ્ણૂદ્દજ્ઞ્ંઁ) ટેગ પ્રા થયો છે. સુરતમાં આગામી ૧ અને ૨ મે ૨૦૨૬ દરમિયાન યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ પૂર્વે મળેલી આ સિદ્ધિ નવસારી, ગણદેવી અને અમલસાડ પંથકના ખેડૂતો માટે ગૌરવની ક્ષણ બની છે. વલસાડ જિલ્લા ફળ અને શાકભાજી સંઘ, નવસારી કૃષિ યુનિવર્સિટી અને ઞ્શ્થ્ઘ્બ્લ્વ્  ના સંયુક્ત પ્રયાસોથી વર્ષ ૨૦૨૦માં કરાયેલી અરજીને ચેન્નાઈ સ્થિત ઞ્ત્ રજિસ્ટ્રી ઓફિસે ૨૭ માર્ચ ૨૦૨૫ના રોજ મંજૂરી આપી હતી. ગુજરાતમાં અત્યાર સુધી ગીર કેસર અને ભાલિયા ઘઉં સહિત કુલ ૨૮ ઉત્પાદનોને આ માન્યતા મળી છે, જેમાં હવે અમલસાડ ચીકુનું નામ ગૌરવભેર જોડાયું છે. આ ટેગ મળવાથી અમલસાડ ચીકુ હવે માત્ર સ્થાનિક ફળ ન રહેતા આંતરરાષ્ટ્રીય બજારમાં ઍક મજબૂત બ્રાન્ડ તરીકે ઉભરશે,જેનાથી પ્રદેશના ખેડૂતોને વધુ સારા ભાવ અને આર્થિક સમૃદ્ધિ પ્રા થશે.

 અમલસાડમાં ચીકુની ખેતીનો ઇતિહાસ ૧૦૦ વર્ષ જૂનો છે, જેની શરૂઆત વર્ષ ૧૯૨૪-૨૫માં ગુલાબભાઈ ડાહ્નાભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવી હતી. અમલસાડ ચીકુ તેની વિશિષ્ટ સુગંધ, નરમ માવો અને અજોડ મીઠાશ માટે વિશ્વભરમાં જાણીતા છે અને આઝાદી પૂર્વે લાહોર કરાંચી સુધી તેની નિકાસ થતી હતી. નવસારી કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક સંશોધનો અને રાયણના મૂળકાંડ પરની કલમ પદ્ધતિઍ આ પાકને અન્ય કરતા અલગ ઓળખ આપી છે. હાલમાં ગણદેવી, જલાલપોર અને નવસારી તાલુકાના ૮૭ ગામોનો સમાવેશ આ ઞ્ત્ ક્ષેત્રમાં કરવામાં આવ્યો છે, જે કુલ ઉત્પાદનમાં ૩૦ ટકા હિસ્સો ધરાવે છે. ખેડૂત સહકારી મંડળીના પ્રતિનિધિઓના મતે,આ ઐતિહાસિક સિદ્ધિથી ચીકુના મૂલ્યવર્ધિત ઉત્પાદનો જેવા કે ગોળ, ચિપ્સ અને પાવડરની માંગ પણ વૈશ્વિક સ્તરે વધશે.જે દક્ષિણ ગુજરાતના કૃષિ અને નિકાસ ક્ષેત્ર માટે ઍક નવી દિશા પ્રશસ્ત કરશે.